નવરાત્રીના નવ દિવસો દરમિયાન રાખવું જોઈએ આટલી વાતોનું ખાસ ધ્યાન

નવરાત્રી આંગણે આવીને થનગનાટ કરતી ઉભી છે. ત્યારે ભાવિક-ભક્તો યથાશક્તિ મુજબ જગદંબાની પૂજા-અર્ચના ભક્તિભાવથી કરશે. નવરાત્રી દરમિયાન કેટલાક લોકો નવ દિવસનો ઉપવાસ રાખીને જગત જનનીના નવ સ્વરૂપની આરાધનામાં મગ્ન બને છે. તો કેટલાક ભક્તજનો 9 દિવસના ઉપવાસ રાખીને આદ્યશક્તિની ઉપાસના કરતા હોય છે. મહત્વનું છે કે નવરાત્રીના નવ દિવસ સુધી કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. આજે અમે તમને જણાવશું કે નવરાત્રીના ઉપવાસમાં કઇ-કઇ વાતોનુ ધ્યાન રાખવું જરૂરી છે.

૧. સૌ પ્રથમ તો… કાળા રંગના કપડાં ન પહેરવા જોઇએ.
૨. વ્રતના ભોજનમાં અનાજ અને મીઠા(નમક)નું સેવન ન કરવું જોઇએ.
૩. મહિલાઓએ માસિક ધર્મ દરમિયાન 7 દિવસ સુધી પૂજા ન કરવી જોઇએ.
૪. કળશ સ્થાપના કરતા લોકો અથવા અખંડ દીવો પ્રગટાવનાર લોકોએ નવ દિવસ સુધી પોતાનું ઘર ખાલી ન છોડવું જોઇએ.

૫. ઘરમાં હિંસા અને કંકાસ ન થવો જોઇએ.
૬. વ્રત રાખનાર વ્યક્તિ જમીન પર સૂઇ જાય તો સારું ફળ પ્રાપ્ત કરે છે.
૭. ઘરમાં સાત્વિક ભોજન બનાવવું જોઇએ.
૮. નવરાત્રીનો વ્રત રાખનાર લોકોએ પૂજા દરમિયાન બેલ્ટ ચંપલ-બૂટ અથવા ચામડામાંથી બનાવેલ કોઇ પણ વસ્તુ પાસે રાખવી ન જોઇએ.

જો ઉપર જણાવેલી વાતોનું તમે પાલન કરો છો તો તમારે ઉપવાસ જરૂર ફળે છે. આદ્યશક્તિ તમારી સાર-સંભાળ રાખે છે અને હમેંશા તમારો સાથ આપી તમને ઉગારે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer