હાલમાં નેહા કક્કડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે કેટલાક ગરીબ બાળકોને 500-500ની નોટો વહેંચતી જોવા મળે છે. બસ પછી કંઈક એવું બને છે કે નેહા ડરી જાય છે અને તેને ત્યાંથી પોતાની કાર લઈ જવી પડે છે.
નેહા કક્કડ હાલમાં જ મિત્રો સાથે ડિનર માટે બહાર ગઈ હતી. જ્યારે તે પરત આવવા માટે કારમાં ચડી ત્યારે ત્યાં હાજર ગરીબ બાળકોએ તેની કારને ઘેરી લીધી હતી. નેહા કક્કડે મદદ માટે તેમને 500-500ની નોટો વહેંચવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં અન્ય બાળકો પણ ત્યાં આવી ગયા અને મારામારી થઈ.
View this post on Instagram
કેટલાક બાળકો નેહાના હાથમાંથી પૈસા લેવા માટે કારમાં જ હાથ નાખે છે . આ જોઈ નેહા ગભરાઈ ગઈ. એકવાર તેણે પોતાની કારની બારી પણ બંધ કરી દીધી હતી. થોડીવાર પછી તેણે ફરી કારની બારી ખોલી.
પરંતુ ત્યાં સ્થિતિ એવી બની કે નેહાએ ગભરાઈને ત્યાંથી ચાલ્યા જવું પડ્યું. બાળકોને બહાર કાઢવા માટે ગાર્ડ પણ મદદ માટે પહોંચ્યો, પરંતુ પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ અને નેહાની ઈચ્છા હોવા છતાં પણ બાળકોને મદદ કરી શકી નહીં.
નેહા કક્કડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે નેહા પહેલા પણ ઘણા જરૂરિયાતમંદ લોકોની મદદ કરી ચૂકી છે.