વિજય રુપાણીના રાજીનામાં બાદ હવે કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી?, જાણો કોણ કોણ છે દાવેદાર…

હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ રાજીનામું આપી દીધુ છે તેવી જાહેર ખબરો વહેતી થય છે. રાજ્યપાલ ને મળ્યા બાદ વિજય રૂપાણી આ નિર્ણય લેવાયો હોવાનું જાહેર કર્યું છે. મળતી માહિતી અનુસાર વધુમાં તેઓ આજે રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. ભારતીય જનતા પાર્ટીના તમામ મોટા નેતાઓ ગુજરાતમાં ફરી જન સંવેદના કાર્યક્રમ દ્વારા સરકારની કામગીરી નું નિરીક્ષણ કરી રહ્યા હતા. તો અમિત શાહ પણ થોડા દિવસો પહેલા અમદાવાદ આવ્યા હતા. પરંતુ ત્યારે તેમનું આવવાનું કારણ તેમનું પારિવારિક હોવાનું જાણવા મળ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતાઓએ આજે કમલમ ખાતે બેઠક બોલાવી હતી. વધુમાં ભાજપે તેમના તમામ ખાતાના મંત્રીઓ ને તાત્કાલિક ધોરણે તેમના તમામ કાર્યક્રમ રદ કરીને ગાંધીનગર પહોંચવાનો આદેશ આપ્યો હતો. પરંતુ હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ હશે તે જોવાનું રહ્યું.

અત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ ક્યાંય છબીમાં દેખાતા નથી. શું પાટીદાર ફેક્ટર રાજનીતિમાં મહત્વનો ભાગ ભજવી શકશે કે નહીં તે જોવાનું રહ્યું. મુખ્યમંત્રી માં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા નામ પણ ચર્ચા માં છે. જેમણે પાછલા કેટલાક વર્ષોમાં સુંદર કામગીરી બજાવી છે,

ઉપરાંત ગુજરાતના ભાવનગરના સાંસદ મનસુખભાઇ માન્ડવીયા, પુરષોતમ રૂપાલા, વજુભાઇ વાળા ના નામ પણ ચર્ચાઈ રહ્યા છે, હવે જોવાનું એ રહ્યું કે ભાજપ આ નેતા માંથી કોઈને મુખ્યમંત્રી બનાવશે કે વિજયભાઈ રૂપાણી ના જેમ કોઈ નવા જ ચહેરા ને મુખ્યમંત્રી બનાવશે..

અત્રે નોંધનીય છે કે આનંદીબેન પટેલના રાજીનામા બાદ વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા પરંતુ ત્યારબાદ નિતિનભાઈ પટેલને સ્થાન ન મળતાં તેમણે બળવો કર્યો હતો જેથી તેમને પણ નાયબ મુખ્ય મંત્રીનું પદ આપવામાં આવ્યું હતું. શું આ વખતે ફરી એવી સ્ટોરી બનશે ? અને હવે આગામી મુખ્યમંત્રી ક્યાં સમાજનો હશે તે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં વધુ અસર કરશે…

Leave a reply:

Your email address will not be published.

Site Footer