કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ચિંતાજનક હદે વધી જતાં સરકારે લગાવેલા આંશિક લોકડાઉનમાં હવે કેસ ઘટતાં આંશિક અનલોકની શરૂઆત કરવામાં આવી છે. 36 શહેરમાં શુક્રવારથી રાજ્યમાં તમામ પ્રકારની દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સ, લારી-ગલ્લાને સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની મંજૂરી અપાઇ છે, જેને કારણે વેપારીઓને રાહત થઇ છે.
નાના અને મધ્યમ વર્ગ ના ધંધાઓને સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ તેમજ રાત્રી કરફ્યૂ એક કલાક ઓછો કરી નાખવામાં આવ્યો છે. તે બાદ હવે હોટેલ અને રેસ્ટોરન્ટને 12 કલાક ખુલ્લા રાખવાની પરવાનગી આપી દેવાઈ છે.
હોટેલ અને રેસ્ટોરન્ટ હવે 12 કલાક એટલે કે સવારના 9 વાગ્યા થી રાત્રીના 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જો કે આ સમયગાળા દરમિયાન હજુ કોઈ વ્યક્તિ હોટલ કે રેસ્ટોરન્ટમાં બેસીને જમી શક્શે નહીં. આ 12 કલાક માટે ફકત પાર્સલ સુવિધા ઉપલબ્ધ રહેશે.
જાહેરનામા સ્પષ્ટતા કરવામાં આવી છે કે માત્ર હોટેલ અને રેસ્ટોરન્ટ 12 કલાક માટે સુધી ખુલ્લી રખાશે. જ્યારે અન્ય દુકાનો માટેનો સમય સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધીનો જ રહેશે. રાત્રી કરફ્યુનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. અને આ જાહેરનામું 4 જૂન સુધી સમગ્ર ગુજરતભરમાં અમલી રહેશે.
જોકે આ તમામ શહેરોમાં રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે.