કાશી થી પાંડવોની સાથે અહી આવતા રહ્યા હતા ભગવાન શિવ

ત્રિનેત્રધારી ભગવાન શિવનો મહિમા અપરંપાર છે. આજે અમે દુનિયાના એક અનોખા એવા શિવ મંદિર વિશે જણાવા જઈ રહ્યા છીએ જે બિયાબાન જંગલમાં હોવાની સાથે તેની સાથે કેટલાક રહસ્યોને પણ છુપાયેલા છે. આ મંદિર અને ભોલેનાથના દર્શન કરવા ભક્તો ઘણા કિલોમીટર દુર પગપાળા અને ખતરનાક જાનવરોથી ભરેલા જંગલને પાર કરે છે. રાજસ્થાન ના અલવર જીલ્લા માં આવેલું નીલકંઠ મહાદેવ ના નામે પ્રખ્યાત આ મંદિર સારિસ્કાના જંગલની વચ્ચે છે. નાથ સંપ્રદાય વર્ષોથી અહી બિરાજેલા ત્રિનેત્રધરીની સેવા કરતા આવે છે.

નીલકંઠ મહાદેવ મંદિર વિશે ઘણી કથા પ્રચલિત છે. પણ જે પૌરાણિક કથા અહી બધાથી પ્રચલિત છે તે છે પાંડવો વિશે. પૈરાણિક કથા અનુસાર પાંડવ બૈરાઠ વિરાટનગરમાં બાણ ગંગા નદીના કિનારે શિવલિંગની સ્થાપના કરવા માંગતા હતા એટલે તે ભગવાન શિવને પ્રાથના કરવા કાશી પહોચ્યા અને ત્રિનેત્રધારીને પોતાની સાથે આવવાનો આગ્રહ કર્યો. ભગવાન શિવ પાંડવોની સાથે જવા તેયાર થઇ ગયા પરંતુ તેમણે પાંડવો પાસે એક વચન માગ્યું.

કાશીમાં ભગવાન શિવે પાંડવો પાસે માગ્યું હતું કે યાત્રામાં જ્યાં સવાર થશે ત્યાં તમારે મારી સ્થાપના કરવી પડશે. જયારે પાંડવ ભગવાનને સરીસ્કા ના જંગલથી ૩૦ કિલોમીટર દુર લઇ જઈ રહ્યા હતા તેવામાં સવાર પડી ગઈ અને પાંડવોને જંગલની વચ્ચે ભગવાનની સ્થાપના કરવી પડી. પાંડવોએ  ગર્ભગૃહમાં અખંડ જ્યોત કરીને ભગવાન શિવની સ્થાપના કરી તે અખંડ જ્યોત આજે પણ છે. ભગવાન શિવના અભિષેક માટે પાંડવોએ રાતો રાત અહી વાવ પણ બનાવી દીધી જેમાં આજ પણ પાણી ક્યારે પણ સુકાતું નથી. આ પરિસરની મહત્વતા આજ પણ ઘણી છે.  

ઈતિહાસમાં જણાવેલ છે કે સારિસ્કા માં જ્યાં નીલકંઠ મહાદેવનું મંદિર છે તે જગ્યાએ મહાભારત કાળમાં પારાનગર નામનું નગર હતું મહાભારત કાળ પછી સન ૧૦૧૦ માં રાજોરગઢના રાજા અજયપાલે અહી શિવાલયને ભવ્ય સ્વરૂપ આપ્યું મંદિરની દીવાલ પર કરેલું નકશી કામ ખુબજ ખાસ છે અહી આવવા વાળા ઇતિહાસકાર અને વાસ્તુ શિલ્પી પણ આ નકશી કામને જોઈને જોતા જ રહી જાય છે.   

Leave a reply:

Your email address will not be published.

Site Footer