નવી સરકાર ભલે રચાઈ પણ નીતિન પટેલના રાજકીય કેરિયર નું શું ? તેમને રાજ્યપાલની પદ ઑફર કરાઈ છે એવી વાત પણ સામે આવી છે. તેનો અવગણતા નીતિનભાઈએ કહ્યું હતુ કે હું મહેસાણાનો ધારાસભ્ય છું, 2022ની ચૂંટણી પણ ત્યાંથી લડીશ, પ્રજા વચ્ચે જઈ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરીશ.
હું જ્યાં સુધી પ્રજાના દિલમાં છું ત્યાં સુધી મને કોઈ હોદ્દા કે સત્તાની પરવા નથી. જો પક્ષ કોઈ જવાબદારી સોંપશે તો એ પૂરી નિષ્ઠાથી નિભાવીશ. અત્યારના ભાજપમાં સૌથી અનુભવી 4 મંત્રીઓમાં નીતિન પટેલ, વિજય રૃપાણી, પ્રદીપ સિંહ જાડેજા અને ભુપેન્દ્રસિંહ ચૂડાસમાનો સમાવેશ થાય છે.
નીતિનભાઈએ કેશુબાપાથી લઈને રૃપાણી સુધીની ચાર- ચાર સરકારમાં કામ કર્યું છે. તેઓ 25 વર્ષ ધારાસભ્ય અને 18 વર્ષ વધુ સમય મંત્રી રહ્યા છે. તેઓ હજુ પણ મહેસાણાનો જ ધારસભ્ય રહીશ.
2022ની ચૂંટણી ત્યાથી જ લડીશ. મંત્રી નથી તો શું થયું, પણ પક્ષના મેમ્બર અને લોકસેવક તરીકે કામ કરતો જ રહીશ. હું પ્રજાના દિલમાં છું, ત્યાંથી મને કોઈ હટાવી શકવાનું નથી. નો રિપિટ થિયરી વિશે અત્યારથી કશું કહી ન શકાય .
તેમણે કહ્યું હતું કે નવી ટીમ પાસે સમય ઓછો છે. કેમ કે 2.17 લાખ કરોડનું બજેટ, ગુજરાત સરકારનો વહિવટ, સરકારની દૈનિક કામગીરી વગેરે માટે અનુભવ જરૂરી છે. જો ઝડપથી શીખીને કામ કરશે તો ચોક્કસ સફળ થશે.
ચૂંટણીને લાંબો સમય નથી તેથી ઉનાળામાં પાણીની અછત, સિંચાઈના પ્રશ્નો, ચૂંટણી વખતે નવી નવી માંગણીઓ પણ આવશે. એ બધા પ્રશ્નો ઉકેલવાના છે. તેમણે કહ્યું હતું કે આવી કામગીરીમાં અમારો બધાનો સહયોગ છે જ.