ગર્ભાવસ્થા દરમિયાન દરેક મહિલાની પહેલી ચિંતા એ હોય છે કે તેમનું બાળક સ્વસ્થ છે કે નહિ. તેની ડીલીવરી નોર્મલ થશે કે નહિ. આવી ઘણી એવી વાતો ગર્ભવતી માં ના મગજમાં ચાલતી રહે છે.
લગભગ દરેક મહિલાઓ ઈચ્છે છે કે તેની ડીલીવરી નોર્મલ થાય, પરંતુ નોર્મલ ડિલીવરી સમય માગતી પ્રક્રિયા છે, જેમાં 12-18 કલાકનો સમય લાગી શકે છે. માટે જ ધીરજ રાખવી ખૂબ જરૂરી છે.
સાથે પ્રેગ્નેન્સી દરમિયાન મહિલા એક્ટિવ રહે તે અગત્યનું છે. નોર્મલ ડિલીવરી કરવા માંગતા હોય તો એના માટે સૌથી જરૂરી છે તમારું સ્વસ્થ ર્હેવ્ય અને કોઈ પણ પ્રકારની કોઈ નબળાઈ તમને ન થાય.
તમારા શરીરમાં લોહીની ઉણપ ન થવી જોઈએ. ગર્ભવતી મહિલાએ પોતે માનસિક રીતે આ વાત માટે તૈયાર રહેવું જોઈએ કે ડીલીવરી વખતે તેને ઘણી તકલીફ થવાની છે.
તેવા સમયે પોતાને સ્વસ્થ રાખવું ઘણું જ જરૂરી છે. ભરપુર માત્રા માં લીલા શાકભાજી અને ફ્રુટ્સ ખાવા. પ્રેગનેન્સી માં પાણી ખુબ જ પીવું જોઈએ. કારણ કે બાળક એક તૈલી પદાર્થ જેવી જોળીમાં રહીને મોટું થાય છે.
તેને આપણે એમનીયોટીક ફ્લુડ કહીએ છીએ, જેનાથી બાળકને શક્તિ મળે છે. તેથી તમારા માટે રોજનું ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું ખુબ જ જરૂરી છે. એનાથી બાળકને ઉર્જા મળે છે.
આ સમયે હરવું ફરવું ખુબ જ જરૂરી હોય છે. જુના જમાનામાં પ્રેગ્નેટ મહિલાઓ ઘરમાં રહીને પુરા નવ મહિના સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવતી હતી. પરંતુ તમે કોઈ બીમાર વ્યક્તિ નથી,
એટલા માટે તમારે તમારા રોજીંદા કામ બંધ ન કરવા જોઈએ, પણ ચાલવું ફરવું જોઈએ. તેનાથી નોર્મલ ડીલીવરી થવામાં મદદ મળે છે. ગર્ભાવસ્થા માં તે ખુબ જ જરૂરી છે કે ગર્ભવતી મહિલા ખુશ રહે.
જેથી તનાવમુક્ત રહી શક્પ. જો તમે શરૂઆતથી જ રોજ કસરત કરો છો તો નોર્મલ ડીલીવરી ની વધુ શક્યતા છે. તમારે કોઈ એવું ફીટનેશ સેન્ટર જોઈન્ટ કરી લેવું જોઈએ, જે તમારી મજબુત માંસપેશીઓ માટે ખુબ મોટો ભાગ ભજવે છે.