જાણો નવદુર્ગાના નવ સ્વરૂપોના અલગ અલગ મંદિરો વિશે

૧. કુષ્માંડા મંદિર, કાનપુર : માતાનું ચોથું શક્તિ કુષ્મંડ મંદિર કાનપુરના ઘાટમપુર બ્લોકમાં આવેલું છે. તેમની અંદર બ્રહ્માંડ સમાયેલું છે, તેથી જ તેમને કુષ્માંડા કહેવામાં આવે છે.

૨. સ્કંદમાતા મંદિર, વારાણસી : માતાની પાંચમી શક્તિ સ્કંદમાતાનું ગુફા મંદિર, હિમાચલમાં ખખનાલ ખાતે આવેલુ છે. માતાનું બીજું પ્રખ્યાત મંદિર વારાણસીમાં અને ત્રીજું દિલ્હીના પટપડગંજમાં આવેલું છે. કાર્તિકેય અર્થાત સ્કંદની માતા હોવાના કારણે તેમને સ્કંદમાતા કહેવાય છે.

૩. શૈલપુત્રી મંદિર, કાશી : નવદુર્ગાની પ્રથમ દેવી, શૈલપુત્રીનું પ્રાચીન મંદિર કાશીના ઘાટ પર આવેલું છે. શૈલ એટલે બરફનો પર્વત, હિમવાનની પુત્રી હોવાને કારણે તે શૈલપુત્રી કહેવાતા હતા. એવું માનવામાં આવે છે કે મા જન્મ પછી પહેલી વાર અહીં આવ્યા અને અહીં જ બિરાજમાન થઇ ગયા.

૪. બ્રહ્મચારિણી મંદિર, વારાણસી : બ્રહ્મચારિણીનું બીજું મંદિર એટલે કે માતાજીની બીજી શક્તિ, વારાણસીના બાલાજી ઘાટ પર સ્થિત છે. બ્રહ્મચારિણી એટલે કઠોરતાની ચારિણી, એટલે કઠોરતા તપ કરનારી. જ્યારે તેમણે કઠોર તપશ્ચર્યા દ્વારા શિવને મેળવ્યા એટલે તેઓ બ્રહ્મચારિણી કહેવાયા.’

૫. કાત્યાયની મંદિર, અવેર્સા : માતાની ત્રીજી શક્તિ કાત્યાયિનીનું મંદિર, કર્ણાટકના અંકોલા નજીકના અવેર્સામાં આવેલું છે. તે કાત્યાયની બાનેશ્વર મંદિર તરીકે પ્રખ્યાત છે. વૃંદાવન મથુરાના ભૂતેશ્વરમાં કાત્યાયની વૃંદાવન શક્તિપીઠ છે, જ્યાં સતીના વાળ પડ્યા હતા. ઋષિ કાત્યાયનની પુત્રી હોવાને કારણે, તેઓને કાત્યાયની કહેવાયા.

૬. ચંદ્રઘંટા મંદિર, પ્રયાગરાજ : માતા પાર્વતીની ત્રીજી શક્તિ ચંદ્રઘંટા છે, જેમણે ચંદ્રમૌલી શિવજીને તેમના પતિ તરીકે પ્રાપ્ત કર્યા. મા ચંદ્રઘંટાનું પ્રાચીન મંદિર, જેને ક્ષેમા માઈ મંદિર પણ કહેવામાં આવે છે આ મંદિર પ્રાગમાં આવેલું છે. ચંદ્રઘંટા એટલે માથા પર ઘંટ આકારનો અર્ધ ચંદ્ર જોવા મળે છે.

૭. સિદ્ધિદાત્રી મંદિર, સતના : માતાની નવમી શક્તિ સિધ્ધિદાત્રીનું મંદિર મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં સ્થિત છે. માતાના અન્ય પ્રખ્યાત મંદિરો યુપી-વારાણસી, સતના-મધ્યપ્રદેશ અને દેવપહાડી-છત્તીસગઢમાં પણ છે. દેવી તેમના સમર્પિત ભક્તોને તમામ પ્રકારની સિધ્ધી આપે છે તેથી તેમનેસિદ્ધિદાત્રી કહે છે.

૮. કાલરાત્રી મંદિર, વારાણસી : માતાની સાતમી શક્તિ કાલરાત્રીનું મંદિર પણ વારાણસીમાં આવેલું છે. દેવી કાલ મતલબ દરેક પ્રકારના સંકટનો નાશ કરનારી છે તેથી તેને કાલરાત્રી કહેવાય છે. માતા કાલરાત્રીએ રાક્ષસોનો વધ કર્યો. તેમની પુજા રાત્રે જ કરવામાં આવે છે.

૯. મહાગૌરી મંદિર, લુધિયાણા : માતાની આઠમી શક્તિ મહાગૌરીનું મંદિર પંજાબના લુધિયાણા અને યુપીના વારાણસીમાં સ્થિત છે. માતાનો વર્ણ સંપૂર્ણપણે ગૌર છે એટલે કે ગૌરા (સફેદ), તેથી તેણીને મહાગૌરી કહેવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે તપને કારણે તેમનું શરીર કાળા થઈ ગયું હતું, ત્યારબાદ શિવજીએ તેમને ગૌરવર્ણમાં ફેરવ્યો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer