ઓક્ટોબર મહિનો શરૂ થઇ ગયો છે. આ મહિનામાં અનેક મહત્વપૂર્ણ આવશે. મહિનાની શરૂઆતમાં નવરાત્રિ ચાલી રહી છે અને મહિનાનો અંત દિવાળીના તહેવારથી થશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે જાણો ઓક્ટોબરની ખાસ તિથિમાં કયા-કયા શુભ કામ કરવામાં આવી શકે છે.
૧. રવિવાર, 6 ઓક્ટોબરે દુર્ગા આઠમ છે. અનેક લોકો આ તિથિએ તેમના કુળદેવીની વિશેષ પૂજા કરે છે. દેવી દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા આ દિવસે કરવામાં આવે છે.
૨. સોમવાર, 7 ઓક્ટોબરે દુર્ગા નોમ છે. આ દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. સાથે જ, થોડાં લોકો આ તિથિએ કુળની પૂજા પણ કરે છે.
૩. મંગળવાર, 8 ઓક્ટોબરે વિજયાદશમી છે. ત્રેયા યુગમાં આ તિથિએ શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. આ દિવસે રાવણ દહન કરવામાં આવે છે. દશેરાએ શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીની પણ વિશેષ પૂજા કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
૪. બુધવાર, 9 ઓક્ટોબરે પાપાંકુશા અગિયારસ છે. આ તિથિએ ભગવાન વિષ્ણુનું વ્રત કરવામાં આવે છે.
૫. રવિવાર, 13 ઓક્ટોબરે શરદ પૂનમ છે. તેને કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે. આ તિથિએ માન્યતા છે કે, દેવી લક્ષ્મી રાતે પૃથ્વીનું ભ્રમણ કરે છે અને પૂછે છે ‘કોણ જાગી રહ્યું છે’ માટે જ તેને કોજાગરી પૂનમ કહેવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઇએ.
૬. ગુરૂવાર, 17 ઓક્ટોબરે પરણિતાઓનો મહાપર્વ કરવા ચોથ છે. આ દિવસે મહિલાઓ તેમના પતિની લાંબી ઉંમર, સારા સ્વાસ્થ્ય અને સૌભાગ્યની કામનાથી કરવા ચોથ માતાની વિશેષ પૂજા કરે છે. દિવસભર નિર્જળ રહે છે અને રાતે ચંદ્રના દર્શન કર્યા બાદ અનાજ-જળ ગ્રહણ કરે છે.
૭. ગુરૂવાર, 24 ઓક્ટબરે રમા અગિયારસ છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ અને તેમના અનેક સ્વરૂપોની વિશેષ પૂજા કરવામાં આવે છે. વ્રત-ઉપવાસ કરવામાં આવે છે.
૮. શુક્રવાર, 25 ઓક્ટબરથી પાંચ દિવસનો દીપોત્સવ શરૂ થઇ જશે. શુક્રવારે ધનતેરસ છે. આ દિવસે મહાલક્ષ્મીજીની સાથે ભગવાન ધનવંતરિનું પૂજન કરવામાં આવે છે.
૯. શનિવાર, 26 ઓક્ટોબરે કાળી ચૌદશ છે. આ દિવસે ભગવાન યમરાજની પૂજા કરવામાં આવે છે.
૧૦. રવિવાર, 27 ઓક્ટોબરે મહાલક્ષ્મીજીની પૂજાનો મહાપર્વ દિવાળી છે. રવિવારે રાતે દેવી લક્ષ્મીજી સાથે જ, ભગવાન વિષ્ણુનો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. અભિષેક માટે કેસર મિશ્રિત દૂધનો ઉપયોગ કરશો તો ખૂબ જ શુભ રહેશે.
૧૧. સોમવાર, 28 ઓક્ટોબરે ગોવર્ધન પૂજા છે. આ દિવસે ગિરિરાજની પૂજા કરવામાં આવે છે.
૧૨. મંગળવાર, 29 ઓક્ટોબરે ભાઇબીજ છે. માન્યતા છે કે, આ તિથિએ યમરાજ તેમની બહેન યમુનાને મળવા આવે છે. આ પર્વ ભાઈ-બહેનને સમર્પિત છે.
૧૩. ગુરૂવાર, 31 ઓક્ટોબરે વિનાયક ચોથ છે. આ દિવસે ગણેશજીની પૂજા અને તેમની માટે વ્રત કરવામાં આવે છે.