રોજ સવારે મેડિટેશન અને ऊँ શબ્દનો વારંવાર જાપ કરવાથી મન ઉદાસ રહેતું નથી..

આજકાલ દરેક લોકોના જીવન બદલાય ગયા છે. દરેક લોકો નોકરી કરતા થઇ ગયા છે, જેના કારણે થકાવટ પણ ખુબ જ લાગે છે અને માનસિક તનાવનો સામનો કરવો પડે છે. કામ કરવા છતાં પણ હકારાત્મક ફળ નથી મળતું ત્યારે મન ઉદાસ થઈ જાય છે. નકારાત્મકતાથી બચવા માટે રોજ સવારે કેટલાક ખાસ કામ કરતાં રહેવાથી આ પરેશાનીઓ દૂર થઈ શકે છે. જાણો ઉદાસી દૂર કરવા માટે અને એકાગ્રતાને વધારવા માટે કયા-કયા કામ કરી શકાય છે.

રોજ સવારે વહેલાં ઉઠીને ધ્યાન કરવું

રોજ સવારે વહેલાં ઊઠવું અને ઊઠ્યા પછી થોડીવાર માટે મેડિટેશન કરવું જોઈએ. ધ્યાન કરતી વખતે ऊँ શબ્દનો વારંવાર જાપ કરવો. આ મંત્રનું ઉચ્ચારણ લાંબા સ્વરમાં કરવું જોઈએ. રોજ આ કામ કરશો તો થોડા દિવસે પછી જ હકારાત્મક ફળ મળી શકે છે. એકાગ્રતા વધી શકે છે.

થોડીવાર ઘરની બહાર ફરવું

રોજ સવારે વહેલાં ઊઠ્યાં પછી થોડીવાર ઘરની બહાર પ્રાકૃતિક વાતાવરણમાં ફરવું જોઈએ. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે જ, આ કામને લીધે મનને શાંતિ મળે છે, તણાવ દૂર થાય છે.

સૂર્યને જળ ચઢાવો

રોજ સવારે સ્નાન કર્યા પછી સૂર્યને એક તાંબાના લોટાથી જળ ચઢાવવું. ऊँ सूर्याय नम: મંત્રનો જાપ પણ કરવો જોઈએ. મંત્રજાપથી મન શાંત થાય છે. આ કામથી સ્વાસ્થ્ય લાભની સાથે જ આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. સૂર્યને આત્મવિશ્વાસનો કારક માનવામાં આવે છે, તેને લીધે સૂર્ય પૂજાથી આ લાભ પણ મળે છે.

હનુમાનજીની મૂર્તિની સામે બેસવું

ઘરમાં હનુમાનજી કે શિવજીનો એવો ફોટો લગાવો, જેમાં તેઓ ધ્યાન કરતા દેખાઈ રહ્યાં હોય. આ ફોટોના દર્શન રોજ કરવા જોઈએ. જો તમે ઈચ્છો તો હનુમાનજીની મૂર્તિની સામે બેસીને હનુમાન ચાલીસાનો જાપ કરી શકો છો. એમ કરવાથી મનની એકાગ્રતા વધે છે અને મન શાંત થાય છે.

ક્રોધ ન કરવો

તણાવના સમયે આપણે ક્રોધ કરવાં લાગી જઈએ છીએ, તેને લીધે પરેશાનીઓ વધારે વધી જાય છે. તેનાથી બચવા માટે ક્રોધને કાબુ કરવાનો પ્રયાસ કરો. આ કામ મેડિટેશનની મદદથી જ કરી શકાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer