ત્રણ અક્ષરો મળીને ‘ॐ’ શબ્દ બને છે ‘ॐ’ શબ્દમાં ઈશ્વરના ત્રણ સ્વરૂપો બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશનું સ્વરૂપ સમાયેલું છે. તેમજ તે શબ્દમાં સૃજન, પાલન અને સંહાર ત્રણે શબ્દો સમાયેલા છે. તેથી ‘ॐ’ શબ્દને સ્વયં ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે.
-ઘરના મુખ્ય દરવાજા પર સિંદૂરથી સ્વસ્તિક બનાવવો અને મુખ્ય દરવાજાની ઉપર ‘ॐ’ લખવો.
-ॐ શબ્દનું ઉચ્ચારણ સાધ્ય કાળમાં કરવું. ઉચ્ચારણ કરતી વખતે પોતાની પીઠને એકદમ ટટ્ટાર રાખવી.
– ॐ શબ્દનો સાચો ઉપયોગ કરવામાં આવે તો જીવનની દરેક સમસ્યા દુર થઇ જાય છે. ॐ શબ્દનું ઉચ્ચારણ કરવાથી ઈશ્વરની કૃપા હંમેશા અપના પર બની રહે છે.
-નિયમિત રીતે ઉચ્ચારણ કરતા રહેવાથી સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.
-એક સફેદ કાગળનો ટુકડો લઈ તેના પર હળદરથી ‘ॐ’ લખવો તેનાથી ધનની પ્રાપ્તિ થાય છે.
-એક પીળા કાગળ પર લાલ રંગ થી ‘ॐ’ લખવો તેનાથી માનસિક એકાગ્રતા તેમજ શિક્ષામાં સુધારો થાય છે.
ॐ નું ઉચ્ચારણ કરવાથી માનસિક શાંતિ મળે છે, મન એકાગ્ર થાય છે અને મગજ તેજ બને છે. તેથી દરરોજ કોઈ શાંત જગ્યાએ એક આસન પર બેસી ઉંડા શ્વાસ લેતા લેતા ઓમનું ઉચ્ચારણ કરવાથી ખુબજ ફાયદો થાય છે, આવું નિયમિત કરવાથી આપણું શરીર પણ સ્વસ્થ અને રોગ મુક્ત રહે છે. તેમજ એક આસન ઓમ નું ઉચ્ચારણ કરવાથી ભગવાન શિવ ની કૃપા આપણા પર હંમેશા બની રહે છે.