જાણો ઓરિસ્સામાં સ્થિત કયું છે આ મંદિર અને આ મંદિરની અમુક અનોખી વાતો!!

ભારત માં આપણી સંસ્કૃતિ અને ધાર્મિકતાઓ માટે ખુબ પ્રાચીન મંદિર અને એવી ધાર્મિક વારસાઓ મૌજુદ છે. આ ધાર્મિક વારસાઓ માં થી એક છે કોર્ણાક નું સૂર્ય મંદિર. એમ તો દેશ માં બીજા પણ ઘણી જગ્યા પર સૂર્ય મંદિર સ્થાપિત છે. ઓરિસ્સામાં સ્થિત આ કોર્ણાક નું સૂર્ય મંદિર જ કેમ ખાસ છે, આજે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જયારે પણ પર્યટક ઓરિસ્સા ફરવા આવે છે તો તે બધા ઓરિસ્સા ના આ સૂર્ય મંદિર ના દર્શન કરવા જરૂર આવે છે. આ મંદિર એમની ભવ્યતા ને કારણે પૂરી દુનિયામાં પ્રસિદ્ધ છે અને આને યુનેસ્કો એ વિશ્વ વારસા ના રૂપ માં જાહેર કર્યું છે. ખુબ જ પ્રાચીન વાસ્તુકલા ને દર્શાવામાં આવી છે જો કે આને વધારે પણ ખાસ બનાવી દે છે.

આ મંદિર નું નિર્માણરથ ના પૈડા ના રૂપ માં કરવામાં આવ્યું છે, અને આના નિર્માણ માં લાલ, બ્લુ પત્થર અને ગ્રેનાઈટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પુરા મંદિર નું નિર્માણ બાર જોડી ચક્રો વાળા સાત ઘોડા થી જતા સૂર્ય ભગવાન ના રૂપ માં બનાવવામાં આવ્યું છે અને આ પુરા મંદિર માં ઘણા પ્રકારની આકર્ષક કોતરણી પણ બનાવવામાં આવી છે.

આજ ના સમય માં આ મંદિર ઘણું વધારે પ્રસિદ્ધ થઇ ગયું છે. જેનું કારણ શાશકો દ્વારા કરવામાં આવેલું આક્રમણ છે. અને આ આક્રમણો ના કારણ થી આ મંદિર માં બનેલા સાત ઘોડા માં થી હવે માત્ર એક ઘોડો બચ્યો છે. આ મંદિર મુખ્યત: સૂર્ય દેવ ની સમર્પિત છે અને આનું નિર્માણ રાજા નૃસિંહ દેવ એ કરાવ્યું હતું.  જેમાં એમણે 1200 કલાકારો ની મદદ લીધી હતી.

એમ તો આ મંદિર ને સમુદ્ર ના કિનારા પર બનાવવામાં આવ્યું હતું પરંતુ સમુદ્ર ને સુકાઈ જવાથી સમુદ્ર આ મંદિર થી થોડો દુર થઇ ગયો . તમને જણાવી દઈએ કે આ મંદિર ને કળા પૈગોડા ના નામ થી ઓઅન જાણવામાં આવે છે. આ મંદિર માં ચુંબક બનાવવામાં આવ્યા હતા. અને એને આ રીતે સ્થાપિત કરવામાં આવ્યા હતા કે સુરજ નું પહેલું કિરણ જેમ જે આ ચુંબકો પર પડતા હતા તે ચુંબક ચમકવા લાગતા હતા અને એનાથી આ મંદિર નું ખુબ જ સુંદર દ્રશ્ય જોવા મળતું હતું. વિદેશી સરકારે ચુંબકીય પત્થરો ને હડપવા માટે અહિયાથી એ ચુંબકો ને હટાવી દીધા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer