પહાડો પર જ કેમ હોય છે મોટાભાગના મંદિરો, જાણો તેનું રહસ્ય.

દેવી દુર્ગાની આરાધના માટે ૯ દિવસ સુધી દેવીઓ ના મંદિરમાં ભક્તોની ભીડ રહે છે, દેવીના ઘણા એવા મંદિરો છે જે પહાડો પર બનેલા છે. દેવી ઉપરાંત ઘણા બધા દેવતાઓ ના મંદિરો પણ પહાડો પર આવેલા છે. જેમકે બદ્રીનાથ, કેદારનાથ, અમરનાથ વગેરે. જ્યોતિષાચાર્ય ના કહેવા મુજબ પહાડો પર મંદિર બનાવા પાછળ પણ એક મોટું કારણ છે.

પહાડો પર મંદિર બનવાનું પહેલું કારણ:

પહાડો પર આવેલ મંદિરનો આકાર અથવા સ્વરૂપ પીરામીડ સમાન હોય છે. ગ્રીક ભાષામાં પાયર શબ્દ નો અર્થ થાય છે અગ્નિ. પીરામીડ નો અર્થ થાય છે જેની વચ્ચે અગ્નિ હોય એવી વસ્તુ. અગ્નિ ઉર્જાનો એક પ્રકાર છે. અને પિરામિડની મધ્યમાં અગ્નીમય ઉર્જા હોય છે. વૈજ્ઞાનિક રીસર્ચ મુજબ જાણવા મળ્યું છે કે પહાડી વિસ્તારમાં સકારાત્મક ઉર્જા હોય છે. જયારે લોકો પહાડો પર જાય છે તો સકારાત્મક ઉર્જાનો પ્રભાવ તેના મસ્તિષ્ક પર પડે છે. અને તેમના મનમાં આધ્યાત્મિક ભાવ ઉત્પન્ન થાય છે.

પહાડો પર મંદિર બનવાનું બીજું કારણ:

પ્રાચીન ભારતના ઋષિ મુનીઓ ને એ વાતણી ખબર હતી કે આવનારા સમય માં મનુષ્ય પોતાની સુવિધા માટે જંગલોનો નાશ કરી નાખશે, આવી સ્થિતિમાં યોગ સાધના માટે કોઈ સ્થાન નહિ રહે. મનુષ્ય નિવાસ કરવા માટે સમતલ ભૂમિનો ઉપયોગ કરશે, આ વાત પણ ઋષિ મુનીઓ ને ખબર હતી. તેથી તેમણે મંદિર માટે પહાડો વાળી જગ્યા પસંદ કરી. અહી યોગી પોતાની સાધના આસાનીથી કરી શકે છે. કારણ કે અહી ઘોંઘાટ નહિ પરંતુ શાંતિ અને એકાંત પ્રાપ્ત થઇ શકે છે. કાર્ય કોઈ પણ હોય તેને પૂર્ણ કરવા માટે એકાગ્રતા જરૂરી છે.

પહાડો પર મંદિર બનવાનું ત્રીજું કારણ:

તે ઉપરાંત એક બીજું કારણ એ પણ છે કે પહાડો પર પ્રકૃતિક સૌન્દર્ય પોતાના મૂળ રૂપમાં હોય છે, જે જીવનમાં તાજગી લાવે છે. જયારે લોકો પહાડો પર દર્શન કરવા માટે જાય છે તો તેમણે પ્રાકૃતિક સૌન્દર્ય જોવા મળે છે. જે બીજે ક્યાય પણ સંભવ નથી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer