ટીવીની ટોચની સિરિયલ અનુપમામાં દરરોજ કંઈક ને કંઈક એવું જોવા મળે છે, જે દર્શકોને શો સાથે જકડી રાખે છે અને પ્રેમ વરસાવતા રહે છે. છેલ્લા એપિસોડમાં તમે જોયું કે અનુપમા પાખીને શાંત કરવાનો પ્રયાસ કરે છે.
તે પાખીને કહે છે કે ભણવું અને પોતાના પગભર થવું ખૂબ જ જરૂરી છે. અધિક અને અનુજ જેવા પુરૂષો ભાગ્યે જ જોવા મળે છે, જે આટલો પ્રેમ કરે છે. નહિ તો જેન્ટ્સ પાણીનો ગ્લાસ પણ સરખો મુકતા નથી. પાખી ત્યારે કહે છે કે તમારી સમસ્યા શું છેં?? શું હું ઘરકામ કરવા માટે છું??.
View this post on Instagram
વનરાજ અધિક સાથે લડશે
આજના એપિસોડમાં તમે જોશો કે બા સમરને ડિમ્પીથી દૂર રહેવાની સલાહ આપે છે અને કહે છે કે તે જે છોકરીને પસંદ કરશે તેની સાથે જ લગ્ન કરશે.એટલામાં જ, પાખીને અધિકનો ફોન આવે છે અને સમર સાથે અથડાવાને કારણે તે પડી જાય છે અને સ્પીકર પર જાય છે.
જે બાદ શાહ હાઉસમાં હોબાળો મચ્યો છે કારણ કે અધિક પાખીને વાસણો ધોવા માટે ઘણું કહે છે. તે કહે છે કે તે આ બધી બાબતોથી કંટાળી ગયો છે અને તે હવે સહન કરી શકશે નહીં. તે પાખીને તેના પિયરમાં રેહવા માટે ઘણું કહે છે. આ બધું સાંભળીને વનરાજ ખૂબ ગુસ્સે થઈ જાય છે અને પાખી પણ કોઈ કસર છોડતી નથી કે તે અનુપમા વિશે ખરાબ બોલે છે અને કહે છેં કે અનુપમા જ અધિકને ઉશ્કેરે છે.
જે બાદ પરિવારના સભ્યોના ના પાડવા છતાં વનરાજ આધિકને સમજાવવા ઘરે પહોંચે છે. તે કહે છે કે તમે મારી પુત્રી સાથે આ રીતે વાત ન કરી શકો.. અધિક પણ વનરાજને બધું કહી દે છે. બંને વચ્ચે ઘણી ચર્ચા થાય છે. વનરાજ કહે છે કે તને લગ્ન પહેલા ખબર હતી કે તે કેવો છેં..
અધિક કહે છે કે તે પણ લગ્ન પછી ઘણો બદલાઈ ગયો છે, જવાબદાર બની ગયો છે પણ પાખીએ ન તો આગળ ભણવું છે કે ન તો ઘર સંભાળવું છે, આ ક્યારે બદલાશે?? પાખી પણ આ ચર્ચામાં કૂદી પડે છે અને કહે છે કે તમે બીજા લોકોના પતિ જેવું ટીપિકલ વર્તન ન કરે..અધિક ત્યારબાદ વનરાજને બે દિવસ કાવ્યાના એઠા વાસણો અને કપડાં ધોવાનું કહે છેં..પછી ખબર પડશે કે કોણ ટીપિકલ છે??