પાખી કરશે અધિક સાથે લગ્ન? અનુપમાની નજર સામે જ બરબાદ થશે દીકરીનું જીવન….

રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડેની સિરિયલ અનુપમામાં આજે ખૂબ બબાલ થવાની છે. પાંખી અને અધિક એકબીજાની નજીક આવે એ વનરાજને બિલકુલ પસંદ નથી અને એવામાં તે પોતાનો બધો ગુસ્સો અનુપમા પર કાઢશે.

બીજી બાજુ બરખા એ વિચારીને હેરાન થશે કે તેનાથી અનુપમા જ સહન નથી થતી તો હવે તેની દીકરી પણ તેના ઘરમાં આવી જશે. મુદે આજે અનુપમાના નવા એપિસોડમાં તમને ઘણાબધા ટ્વીસ્ટ અને ટર્ન જોવા મળશે. આ સાથે વનરાજ અને અનુજ વચ્ચે પ ખૂબ ઝઘડો થવાનો છે.

 

View this post on Instagram

 

A post shared by Anupama (@anupamaaaa._)


નવા એપિસોડની શરૂઆત બા આએ વનરાજની વાતથી શરૂ થશે. વનરાજ અને બા એ વિચારીને હેરાન છે કે આખરે પાંખીને સાચા રસ્તે કેવીરીતે લાવી શકાય. બાને પહેલાથી જ બરખા પસંદ નથી એટલે હવે તે બરખાના પરિવાર વિષે ખરુંખોટું બોલશે.

આ પછી અનુપમા ત્યાં વચ્ચે પડશે અને તે પણ તેમને ઘણું કહેશે. અનુપમા પાંખીને સાથ આપે છે એવામાં બા અને વનરાજનો ગુસ્સો ખૂબ ફૂટી નીકળે છે. ત્યારે ત્યાં અનુજ આવી જાય છે અને પછી બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ જાય છે.

એકબાજુ કાપડિયા હાઉસમાં, બરખા તેના ભાઈ અધિક પર ગુસ્સે થશે અને તેને પાખીને ભૂલી જવા અને તેની સાથેના તમામ સંબંધો પૂરા કરવાની ચેતવણી આપશે. અધિક તેના આગ્રહને વળગી રહેશે. અનુજ તેને પહેલા તેના અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા સમજાવશે. અનુપમા પાંખી પાસે જશે. પાખીને લાગશે કે બીજાની જેમ અનુપમા પણ તેને ઠપકો આપવા આવી છે પરંતુ અનુપમા તેને સમજીને સાચા માર્ગ પર ચાલવાની સલાહ આપશે.

આવનારા દિવસોમાં તમે જોશો કે અનુપમા પોતે અધિક સાથે વાત કરશે અને જાણવાનો પ્રયત્ન કરશે કે તે પાખીને રૂમમાં કેમ લઈ ગયો? હવે જોવાનું એ રહેશે કે પાખીની જેમ અનુપમા પણ અધિકની જાળમાં ફસાઈ જશે કે પછી તે તેની પ્લાનિંગ સમયે સમજી જશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer