અનુપમા સિરિયલનો લેટેસ્ટ ટ્રેક સ્ટોરીમાં ઘણા ટ્વિસ્ટ લાવવા જઈ રહ્યું છે.એક તરફ, પાખી એ ભાગીને પરિવારના વિરુદ્ધ જઈને અધિક સાથે લગ્ન કરી લીધા છેં..બીજી તરફ વનરાજે તે બન્નેને ઘરમાંથી કાઢી મૂક્યો છે.શાહ હાઉસમાંથી બહાર કાઢ્યા બાદ પાખી અનુજ અને અનુપમાના ઘરે પહોંચી ગઈ છે.આટલું બધું કર્યા પછી પણ પાખી પોતાની જ સપનાની દુનિયામાં ખોવાયેલી લાગે છે.
પાખી ભાગીને અધિક સાથે લગ્ન કરી લે છે. લગ્ન કરીને તેઓ શાહ હાઉસમાં બધાના આશીર્વાદ લેવા આવે છે પરંતુ વનરાજ તે બંનેને ઘરની બહાર કાઢી મૂકે છે. આ જોઈને અનુપમાં પણ ખૂબ જ ભાંગી પડે છે પરંતુ બાપુજીના કહેવા પર અનુજ અને અનુપમા બંનેને પોતાના ઘરે લઈ જાય છે.
View this post on Instagram
પરંતુ ઘરે જઈને પણ અનુપમા પોતાને એક ઓરડામાં બંધ કરી લે છે અને ખૂબ જ રડે છે. અનુપમા અનુજને કહે છે કે તેને ખૂબ જ બીક લાગે છે કે તેની દીકરી તેની ગૃહસ્થિ સંભાળી શકશે કે નહીં??
બીજી બાજુ બરખા પણ પોતાના પતિ અંકુશ પોતાના ભાઈ વિશે હકીકત જણાવે છે કે અધિક માત્ર છોકરીઓનો ઉપયોગ કરીને ફેંકી દે છે. પાખી સાથે પણ આવું જ કરશે જ્યાં સુધી હનીમૂન થશે ત્યાં સુધી તે પાખીને સારું રાખશે પરંતુ જેવો હનીમુન પૂરો થશે પછી બંનેનું આ રિલેશનશિપ ચાલે છે કે નહીં તેં જોવું રહ્યું…
અંકુશ બરખાને પ્રશ્ન કરે છે અને કહે છે કે તમે તમારા ભાઈ વિશે આ કેવી રીતે કહી શકો, શું આ તારો કોઈ પ્લાનનોં ભાગ છે. બરખા તેને કહે છે, તે ક્યારેય ઇચ્છતો ન હતો કે અનુપમાની દીકરી પાખી સાથે તે ખરેખર લગ્ન કરવા માંગે છે,
તે માત્ર ઢોંગ કરીને અનુપમાને કંટ્રોલ કરવા માંગતો હતો પરંતુ આવી સ્થિતિમાં હવે મેકર્સ પાખી અને અધિક વચ્ચેના સંબંધને નવો વળાંક આપવા તૈયાર છે, તેના માટે થોડી રાહ જોવી પડશે.