પાખી બદલી નાખશે સવિ નો DNA રીપોર્ટ, તો સઈ પોતાના ચરિત્ર પર ઉઠેલા સવાલો ના લીધે કરશે બીજા લગ્ન….

ગુમ હૈ કિસી કે પ્યાર મેં ટીવી સિરિયલમાં હાલમાં ઘણી ઉથલપાથલ મચી ગઈ છેં..અત્યારે આખી સ્ટોરી વિરાટ પાખી અને વિનાયકને સવીના કારણે ઇગ્નોર કરે છેં.સાવી વિરાટની પુત્રી છે અને તેથી વિરાટ અને સાઈ માતા-પિતા તરીકે પાછા સાથે છે તે હકીકત સ્વીકારવામાં પાખીને મુશ્કેલ લાગે છે.

પાખી પર આની ભારે અસર પડશે કારણ કે તેણે વિરાટ સાથેના તેના સંબંધોને ઘણા વર્ષો આપ્યા છે. ટૂંક સમયમાં જ પાખી સાઈ અને વિરાટને હંમેશ માટે અલગ કરવા માટે કડક પગલું ભરતી જોવા મળશે.

આપણે જાણીએ છીએ તેમ, તે સત્ય જાણવા માટે વિરાટ અને સવીનો ડીએનએ ટેસ્ટ કરાવતી જોવા મળશે. તે જાણીને ચોંકી જશે કે સવી ખરેખર વિરાટની દીકરી છે. બાદમાં તે એક મોટું પગલું ભરતી અને ડીએનએ રિપોર્ટમાં ફેરફાર કરતી જોવા મળશે જે દર્શાવે છે કે વિરાટ સવીની પુત્રી નથી.

આનાથી વિરાટ ખુબ જ ટેન્શનમાં આવી જશે. વિરાટ જ્યારે આ રિપોર્ટ જોશે ત્યારે તેને તેના જીવનનો સૌથી મોટો આંચકો લાગશે. શું સઈ પાખીના આ જુઠ્ઠા પ્લાન પર્દાફાશ કરી શકશે? ગુમ હૈ કિસી કે પ્યાર મેં’એ લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી.

બીજી બાજુ, જગતાપ, સઈ અને સવીની પાછળ પોતાનું જીવન વિતાવે છે, પરંતુ સઈ તેને કોઈ માન આપતી નથી. જો કે, ઘણા દર્શકોને લાગે છે કે સઈ અને જગતાપ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં લગ્ન કરી શકે છે. હવે જગતાપનો રોલ કરી રહેલા સિદ્ધાર્થ બોડકેએ પણ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે.

સિદ્ધાર્થ બોડકેએ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ વિશે કહ્યું કે શું સઈ અને જગતાપ ક્યારેય લગ્ન કરશે? આના જવાબમાં સિદ્ધાર્થ બોડકેએ કહ્યું કે, ‘ગુમ હૈ કિસી કે પ્યાર મૈ માં પ્રેમનું અલગ જ લેવલ જોવા મળે છેં. અત્યારે જગતાપ તેની સઈ સાથેની મિત્રતા પર ધ્યાન આપી રહ્યા છે.

તે સઈને પ્રેમ કરે છે પણ તેની પાસેથી કંઈ અપેક્ષા રાખતો નથી.પરંતુ ભવિષ્યમાં કંઈપણ થઈ શકે છે. એવું જરૂરી નથી કે બંને લગ્ન દ્વારા જ સાથે આવે. જો કે જગતાપ સઈ પર દબાણ નહીં કરે, પરંતુ કંઈ પણ થઈ શકે છે..

Leave a reply:

Your email address will not be published.

Site Footer