ભારત અને પાકિસ્તાન એક જમાના માં એક જ દેશ હતો. પણ અંગ્રેજો થી આઝાદી મળ્યા પછી ભારત અને પાકિસ્તાન અલગ અલગ દેશ થઇ ગયા. પણ આજ પણ બને દેશ એક-બીજાના ઈતિહાસ, સભ્યતા, ભૂગોળ અને અર્થ વ્યવસ્થાથી જોડેલા છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ છે પાકિસ્તાનમાં આવેલું એક હિંદુ મંદિર. આજે અમે પાકિસ્તાનમાં આવેલા ચાર પ્રાચીન અને વિચિત્ર હિન્દુ મંદીર વિશે કહેશું જે ખુબજ પ્રચલિત છે. અને તેનું પૌરાણિક અને એતિહાસિક મહત્વ પણ છે. ચાલો જાણીએ તે મંદિરો વિશે.
૧. કટાસરાજ મંદિર:
કટાસરાજ મંદિર પાકિસ્તાન માં આવેલા પ્રાચીન મંદિરો માંથી એક છે. પાકિસ્તાન ના લોહાર થી ૨૭૦ કિમી ની દુરી પર ચક્રવાલ જીલ્લામાં એક પ્રસિદ્ધ શિવ મંદિર છે. જેને કટાસરાજ મંદિર ના નામ થી ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેને શિવ નેત્રના નામ થી પણ જાણે છે. કહેવાય છે કે જયારે માં પાર્વતી સતી થઇ તો ભગવાન શિવ ની આખો માંથી આંસુ નીકળી આવ્યા હતા એક આંસુ કટાસ પર પડ્યુ હતું ત્યાર બાદ અહી વિશાલ કુંડ બની ગયો માન્યતા છે કે આ કુંડ માં સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે.
૨. હિંગળાજ માતા મંદિર:
હિંગળાજ માતા મંદિર પાકિસ્તાન ના બલુચિસ્તાન પ્રાંત માં હિંગોલ નદીના તટ પર આવેલું છે. આ હિંદુ દેવી સતી ને સમર્પિત ૫૧ શક્તિપીઠો માંથી એક છે. જાણકારો અનુસાર સતી ની મૃત્યુ થી નારાઝ ભગવાન શિવે અહી તાંડવ નૃત્ય સમાપ્ત કર્યું હતું અને અહી ભગવાન શિવનું એક ત્રિશુલ પણ આવેલું છે.
૩. શ્રી વરુણ દેવ મંદિર:
કરાંચી ના મનોર દ્વીપ પર આવેલું આ મંદિર ૧૦૦૦ વર્ષ થી પણ જુનું છે. આ મંદિર વરુણદેવ ને સમર્પિત છે. પણ મેન્ટેનન્સ ના હોવાના કારણે આજે આ મંદિર જર્જર હાલતમાં છે. તેની દીવાલ તૂટવાની હાલત માં છે.
૪. પંચમુખી હનુમાન મંદિર:
હનુમાનજીના પાચ માથા વાળું આ મંદિર પાકિસ્તાનના કરાંચીમાં સ્થિત છે. કહેછે કે આ મંદિરમાં ઉપસ્થિત પંચમુખી હનુમાનજી ની મૂર્તિ ૧૫૦૦૦ વર્ષ જૂની છે. અને ત્રેતા યુગ થી અહી આવેલું છે. સ્થાનીય લોકો કહે છે કે આ મંદિર ની ૧૧-૧૨ પરિક્રમા કરવાથી મનોકામના જલ્દી પૂરી થઇ જાય છે. કહે છે કે આ મંદિરમાં ભગવાન રામ ઘણીવાર આવી ગયા છે.