આ ૫ કામ દરેક લોકોએ કરવા જોઈએ, દુર થઇ જશે દરેક પરેશાનીઓ

ધર્મશાસ્ત્ર ભવિષ્યપુરાણ અને મનુસ્મૃતિ ની અનુસાર દરેક ગૃહસ્થ ને પંચમહાયજ્ઞ કરવો જરૂરી માન્યો છે.આ સંબધ માં મનુસ્મૃતિ માં કહેવામાં આવ્યું છે.

अध्यापनं ब्रह्मायज्ञ: पितृयज्ञस्तु तर्पणम्।
होमो दैवो बलिभौंतो नृयज्ञोतिथि पूजनम्।।

એટલે પંચ મહાયજ્ઞ માં વેદ વાંચવા બ્રહ્મા યજ્ઞ, તર્પણ પિતૃ યજ્ઞ, હેવન દેવ યજ્ઞ, પંચબલી ભૂત યજ્ઞ અને અતિથીઓ નું પૂજન સત્કાર અતિથી યજ્ઞ કહેવામાં આવે છે.

બ્રહ્મા યજ્ઞ –

બ્રહ્મા યજ્ઞ નો અર્થ છે વેદો તેમજ ધર્મ ગ્રંથો નું અધ્યયન અને એને બીજો અર્થ વાંચવું અથવા અધ્યાપન. એના નિયમિત અભ્યાસ થી જ્યાં બુદ્ધી વધે છે. તેમજ પવિત્ર વિચાર પણ મન માં સ્થિર થાય છે. તેથી દરરોજ ધાર્મિક ગ્રંથો ને વાંચવા જોઈએ.

પિતૃ યજ્ઞ –

પિતૃ યજ્ઞ નો અર્થ છે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ છે. કહેવામાં આવ્યું છે કે પિતૃ ને આપેલા અન્ન તેમજ પાણી થી તે ખુશ થઇ જાય છે. તર્પણ કરવાથી પિતૃ લાંબી આયુ, સંતાન, ધન, સ્વર્ગ, મોક્ષ તેમજ અખંડ રાજ્ય ના આશીર્વાદ આપે છે.

દેવ યજ્ઞ –

દેવ યજ્ઞ થી તાત્પર્ય દેવતાઓ તેમજ પૂજા માં હવન થી છે. બધા વિધ્નો ને દુર કરવા વાળા કષ્ટો ને લેવા વાળા દેવ જ છે. તેથી દરેક ઘર માં દેવી દેવતાઓ ની નિયમિત પૂજા તેમજ હવન થવું જોઈએ.

પંચ ભૂત યજ્ઞ –

ભૂત યજ્ઞ થી તાત્પર્ય છે એમના અન્ન માં થી અમુક ભાગ બીજા જીવ ના કલ્યાણ માટે આપવું. મનુસ્મૃતિ માં કહેવામાં આવ્યું છે કે કુતરા, ચાંડાલમ ગરીબ, કુષ્ટ રોગીઓ વગેરે માટે ભોજન અલગ સાફ જગ્યા પર કાઢીને પછી એનું દાન કરી દેવું જોઈએ.

અતિથી યજ્ઞ –

અતિથી યજ્ઞ થી તાત્પર્ય છે એના પ્રેમ આદર તેમજ સત્કાર થી સેવા કરવી. અતિથી ને પહેલા ભોજન કરાવીને જ ગૃહસ્થ ને ભોજન કરાવવું જોઈએ. આ અતિથી યજ્ઞ છે. ઘર માં જયારે અતિથી આવે ત્યારે એને માન સમ્માન આપવું જરૂરી છે તેને પુરતું ભોજન સાથે બધી સગવડ આપવી જોઈએ. સાથે સાથે એને પ્રેમ ભાવ થી એનું સ્વાગત કરવું જોઈએ. કેમ કે ક્યારેક આપણે પણ એના ઘરે અતિથી થઇ ને જવા ના હોય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer