આપણા ઘર માં જ્યારે પણ કોઈ નાની મોટો પૂજા પાઠ થાય છે તો એમાં ચરણામૃત અથવા પંચામૃત જરૂર બને છે. એનું સેવન કરવાથી પૂજા નું શુભ ફળ મળે છે. એવા માં જયારે પણ આપણે કોઈ મંદિર માં જઈએ છીએ તો પંડિતજી આપણને ચરણામૃત અથવા પંચામૃત આપે છે.
આપણા માં થી લગભગ બધા લોકો એ બંને જ પીધું હશે. પરંતુ આપણા માં થી ખુબ જ ઓછા લોકો એને પીવાના લાભ સમજતા હશે તે આને બનવાની પ્રક્રિયા ને જાણતા હશે. ચરણામૃત નો અર્થ થાય છે ભગવાન ના ચરણો નું અમૃત તો પંચામૃત નો અર્થ છે પાંચ અમૃત એટલે કે પાંચ પવિત્ર વસ્તુઓ થી બનેલું.
બંને ને જ પીવાથી વ્યક્તિ ની અંદર સકારાત્મક ભાવો ની ઉત્પત્તિ થાય છે એની સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. પંચામૃત –પંચામૃત નો અર્થ છે ‘પાંચ અમૃત’ જેમાં દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ ને ભેળવીને બનાવવામાં આવે છે. આ પાંચેય ના મિશ્રણ થી બનેલું પંચામૃત નું સેવન કરવાથી ઘણા રોગો માં મુક્તિ મળે છે અને મન ને પણ શાંતિ મળે છે.
એની સાથે જ એનું એક એતિહાસિક કારણ એ છે કે પંચામૃત આત્મોન્નતિ ના ૫ પ્રતિક છે. દૂધ- દૂધ પંચામૃત માં શુભ્રતા નું પ્રતિક છે અર્થાત આપણું જીવન દૂધ ની જેમ નિષ્કલંક હોવું જોઈએ. દહીં- દહીં નું ગુણ છે કે આ બીજા ને આપણી જેવા બનાવે છે.
એટલે કે આપણે નિષ્કલંક હોઈએ સદગુણ અપનાવીએ અને બીજા ને પણ આપણા જેવા બનાવીએ. ઘી- ઘી સ્નિગ્ધતા અને સ્નેહ નું પ્રતિક છે. બધાથી આપણા સ્નેહયુક્ત સંબંધ નું પ્રતિક છે. મધ – મધ મીઠું હોવાની સાથે જ શક્તિશાળી હોય છે.
એના માટે એ જણાવે છે કે શક્તિશાળી વ્યક્તિ જ જીવન માં સફળતા મેળવી શકે છે. ખાંડ – ખાંડ મીઠી હોય છે જે જીવન માં મીઠાસ રાખે છે. મીઠું બોલવું બધાને સારું લાગે છે અને એનાથી સારો વ્યવહાર બને છે.