દ્રોપદીના ૫ પતિઓએ આ રાજકુમારીઓ સાથે પણ કર્યા હતા વિવાહ

મહાભારતને પાંચમો વેદ પણ માનવામાં આવે છે. આમાં એમ તો રાજનીતિથી લઈને કુટનીતિ સુધી દરેક પ્રકારનું જ્ઞાન મળે છે.

મહાભારતને પાંચમો વેદ પણ માનવામાં આવે છે. આમાં એમ તો રાજનીતિથી લઈને કુટનીતિ સુધી દરેક પ્રકારનું જ્ઞાન મળે છે. પરંતુ આમાં બતાવેલી સંબંધોની જોડી પણ અનોખી છે. એ તો બધા જાણે છે કે દ્રોપદી પાંચેય પાંડવોની પત્ની હતી. પરંતુ આ ઓછા લોકો ને ખબર છે કે દ્રોપદીના પુત્રો અને પાંડવના અન્ય પુત્રો તેમજ પત્નીઓના નામ શું હતા. આવો સૌથી પહેલા જાણીએ કે દ્રોપદીથી પૈદા થયેલા પાંચેય પાંડવોના પુત્રોના નામ અને પાંડવોની અન્ય પત્નીઓ અને પુત્રોની વિશે.

દ્રોપદીએ પાંચ પાંડવો સાથે વિવાહ કર્યા હતા. એમણે એક-એક વર્ષ ના અંતરથી પાંચેય પાંડવને એક-એક પુત્રનો જન્મ આપ્યો હતો. દ્રોપદીથી જન્મેલા યુધીષ્ઠીરના પુત્રનું નામ પ્રતિવિન્ધ્ય હતું. ભીમસેનથી થયેલ પુત્ર નું નામ સુતસોમ હતું. અર્જુનના પુત્રનું નામ શ્રુતકર્મા હતું. નકુલના પુત્રનું નામ શતાનીક હતું અને સહદેવના પુત્રનું નામ શ્રુતસેન હતું.

પાંચ પાંડવોની બીજી પત્નીઓ

૧. યુધીષ્ઠીર : યુધીષ્ઠીરની બીજી પત્ની દેવિકા હતી. દેવીકાને ધોધેય નામનો પુત્ર હતો.

૨. અર્જુન : દ્રોપદી સિવાય અર્જુનની સુભદ્રા, ઉલુપી અને ચિત્રાગંદા નામની ત્રણ બીજી પત્નીઓ હતી. સુભદ્રાથી અભિમન્યુ, ઉલુપીથી ઈરાવત, ચિત્રાગંદાથી વભ્રુવાહન નામના પુત્રનો જન્મ થયો હતો.

ભીમ : દ્રોપદી સિવાય ભીમની હિડિમ્બા અને બળધરા નામની બે બીજી પત્નીઓ હતી. હિડિમ્બાથી ઘટોત્કચ અને બળધરાથી સર્વગનો જન્મ થયો હતો.

૪. નકુલ : દ્રોપદી સિવાય નકુલને કરેણુમતી નામની પત્ની હતી. કરેણુમતીથી નીરમીત્ર નામના પુત્રનો જન્મ થયો હતો.

૫. સહદેવ : સહદેવની બીજી પત્નીનું નામ વિજયા હતું જેનાથી એને સુહોત્ર નામના પુત્ર જન્મ્યો હતો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer