જયારે શલ્ય દુર્યોધન તરફથી લડ્યા ત્યારે કરી હતી આ ચાલાકી, જાણો અહી..

રઘુવંશના શલ્ય પાંડવોના મામા હતા. પરંતુ કૌરવ પણ એને મામા માનીને આદર અને સમ્માન આપતા હતા. પાંડુ પત્ની માદ્રીના ભાઈ અર્થાત નકુલ અને સહદેવના સગા મામા શલ્યની પાસે વિશાળ સેના હતી. જયારે યુદ્ધની જાહેરાત થઇ તો નકુલ અને સહદેવને તો આ બધા પ્રત્યે વિશ્વાસ જ હતો કે મામાશ્રી આપણી બાજુથી જ લડાઈ લડશે. એક દિવસ શલ્ય એમના ભાણીયાને મળવા માટે એની સેના સહીત હસ્તિનાપુર માટે નીકળ્યા ત્યારે રસ્તામાં જ્યાં પણ એમણે અને એની સેનાએ પડાવ નાખ્યો ત્યાં એનું રહેવા પીવાનું અને જમવાની ભરપુર વ્યવસ્થા મળી.આ વ્યવસ્થા જોઇને તે પ્રસન્ન થયા. તે મનમાં જ યુદ્ધિષ્ઠરને ધન્યવાદ આપવા લાગ્યા.  

હસ્તિનાપુરની પાસે પહોંચવા પર એમણે વૃદ્ધ વિશ્રામ સ્થળ જોઇને અને સેના માટે બોજનની ઉત્તમ વ્યવસ્થા કરી હતી. આ જોઇને શલ્યએ પૂછ્યું,‘યુધિષ્ઠિર’ના ક્યાં કર્મચારીઓએ આ ઉત્તમ વ્યવસ્થા કરી છે. એને સામે લઇ આવો હું એને પુરસ્કાર આપવા માંગું છું.’ આ સાંભળીને દુર્યોધનએ કહ્યું, ‘તમે સેનાની સાથે યુદ્ધમાં મારો સાથ આપો અને મારી સેનાનું સંચાલન કરો.’ આ સાંભળીને શલ્યના મનમાં દુર્યોધન માટે પ્રેમ ઉભરાઈ ગયો અને ભાવનામાં આવીને કહ્યું, ‘માંગો આજે તમે મારી પાસેથી કંઈ પણ માંગી શકો છો હું તમારી આ સેવાથી અતિ પ્રન્સન્ન થયો છુ’




આ સાંભળીને શલ્ય અમુક સમય માટે ચુપ થઇ ગયા. કેમ કે તે વચનથી બંધાયેલા હતા આખરે એને દુર્યોધનનો આ પ્રસ્તાવ સ્વીકાર કરવો પડ્યો. પરંતુ શરત એ રાખી કે યુદ્ધમાં પૂરો સાથ આપીશ, જે બોલશો તે કરીશ, પરંતુ મારી જુબાની પર મારો જ અધિકાર રહેશે. દુર્યોધનને આ શરતમાં કોઈ ખાસ વાત નજર ન આવી. શલ્ય ખુબ મોટા રથી હતા. રથી અર્થાત રથ ચલાવવા વાળા. એમણે કર્ણને સાથી બનાવ્યા હતા. તે એમની જુબાનીથી કર્ણને હસતા મુખ્તા કરતા રહેતા હતા. જો દરરોજ યુદ્ધ સમાપ્તિ પછી તે જયારે શિબિર માં રહેતા હતા ત્યારે પણ કૌરવોને હસાવવાનું કામ કરતા રહેતા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer