અનુપમા પાખીને શાહ હાઉસ પાછા જવાનું કહેશે…અનુજ-અનુપમા કરશે રોમાન્સ 

ટીવીની ટોચની સિરિયલ અનુપમામાં દરરોજ કંઈક અવનવું જોવા મળે છે, જેને દર્શકો શો સાથે જોડીને સતત પ્રેમ વરસાવે છે. છેલ્લા એપિસોડમાં તમે જોયું કે બરખા તેના મિત્રોની સામે પાખીને ગોલ્ડ ડીગાર કહે છે, ત્યારે પાખી જવાબ આપે છે કે આ તે મહિલા છે જેનો પોતાનો ધંધો વિદેશમાં ન ચાલ્યો એટલે તે તેના દેવરના પૈસા લૂંટવા આવી છે.. બંને વચ્ચે ઘણી ચર્ચા થાય છે.અનુપમા બરખા અને પાખીને સમજાવે છે અને અનુજ બરખાને ચેતવે છે. આજના એપિસોડમાં અનુપમા પાખીને શાહ હાઉસ પાછા જવાનું કહેશે.

અનુજ-અનુપમા રોમાન્સ કરશે

આજના એપિસોડમાં તમે જોશો કે અનુજ અને અનુપમા પાખીના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન, બંને વચ્ચે રોમાંસ શરૂ થાય છે પરંતુ પછી અધિક આવે છે અને સગાઈની થીમ વિશે વાત કરે છે.અધિક કહે છે કે થીમ ચમકીલી હશે અને ડિઝાઇનર તેના માટે વધારાના પૈસા માંગે છે. અનુજ કહે છેં કે બધું થઇ જશે. અનુપમા અનુજને કહે છે કે હું નથી ઈચ્છતી કે કોઈ તને ટેક ઈટ ગ્રાન્ટેડ લે. અનુજ કહે છેં કે ચિંતા ના કર બધું સારું થઈ જશે.બીજા દિવસે અનુપમા શાહ હાઉસ પહોંચે છે જ્યાં વનરાજ તેનું નામ કાઢી નાખે છે અને લગ્નના કાર્ડ પર તેની જગ્યાએ અનુજનું નામ લખે છે. આ જોઈને દરેકને આશ્ચર્ય થાય છે.

બીજી તરફ, પાખીએ પ્રી-વેડિંગ શૂટની ડિમાન્ડ કરી અને કહ્યું કે તે બીચ પર સફેદ ગાઉનમાં શૂટ કરવા માંગે છે અને શૂટ ડ્રોનથી થવું જોઈએ. અનુજ હા કહે છેં પણ અનુપમા સાંભળી લે છે અને તેને ઉગ્રતાથી આ વિશે ના કહે છે. તેણી કહે છે કે તેં ક્યારેય વિચાર્યું છે કે તારા પિતા અને ભાઈઓ પાસે નોકરી નથી.. કાવ્યા ઘરનો ખર્ચ ચલાવે છે. કંઈક તો શરમ કર….અને તું અહીં બીજાના પૈસે નવી નવી ફરમાઈશ કરે છેં. પાખી કહે છે કે તે હજુ કોલેજમાં ભણે છે. અનુપમા કહે છે કે કોલેજ ગર્લ તેના માતા પોતાને જાણ કર્યા વિના લગ્ન કરી લે છે. અનુપમાએ મોટો બોમ્બ વિસ્ફોટ કર્યો અને કહ્યું કે પાખીને લગ્ન માટે શાહ હાઉસ જવું પડશે. પાખી પહેલા તો ના પાડે છે પણ અનુપમા તેને પોતાનો છેલ્લો નિર્ણય કહે છે…

Leave a reply:

Your email address will not be published.

Site Footer