દરેક લોકો મંદિર માં જાય છે અને દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. અને સાથે જ તેની ચારે બાજુ પરિક્રમાં લગાવે છે. પરંતુ શું તમે જાણો છો કે મંદિર ની ચારે બાજુ પરિક્રમા શામાટે લગાવામાં આવે છે? મંદિરમાં નિત્ય પૂજા ક્રમ થતો હોય છે. જેથી સકારાત્મક અને આધ્યાત્મક ઉર્જાનું કેન્દ્ર હોય છે. જયારે આપને મંદિરની ચારે બાજુ પરિક્રમા લગાવીએ છીએ ત્યારે આપણને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. તેની સાથે જ દેવી દેવતા ની ચારે બાજુ ચક્કર લગાવાથી તેમની વિશેષ કૃપા આપના પર બની રહે છે. મંદિરમાં હંમેશા શાંતિ પ્રાપ્ત થાય છે અને એ સકારાત્મક ઉર્જા ના કરને જ.
આવી રીતે કરો પરિક્રમા અને આટલી બાબતો ધ્યાન માં રાખવી:-
૧. પરિક્રમા હંમેશા ઘડિયાળના કટની દિશામાં કરવી જોઈએ.
૨. પરિક્રમા કરતી વખતે મન ચંચલ ના રાખવું અને પોતાના આરાધ્ય દેવની પ્રશંસા માં રાખવું.
૩. પરિક્રમા કરતા સમયે વાતો ના કરવી, મંત્ર જાપ અથવા જયકાર બોલવો.
૪. શિવલીંગની પરિક્રમા હંમેશા ડાબી બાજુ થી જ કરવી જોઈએ અને જ્યાં પાણી બહાર નીકળે છે ત્યાંથી પાછું વળી જાવું જોઈએ. આ રીતે અડધી પરિક્રમા જ કરવી જોઈએ.
૫. પીપળા ના વૃક્ષની સાત પરિક્રમા કરવી જોઈએ.
૬. નારાયણ ની ૪ પરિક્રમા લગાવવી જોઈએ.
૭. સોમવતી અમાવસ પર મંદિરમાં ૧૦૮ પરિક્રમા લગાવવી જોઈએ.
૮. જે દેવતાઓ ની ચારે બાજુ પરિક્રમાનું આપણને જ્ઞાન ના હોય તેમની ચારે બાજુ ૩ પરિક્રમા લગાવવી જોઈએ.
૯. શની દેવ અને સૂર્ય દેવ ની ૭ પરિક્રમા લગાવી શકાય છે.
જો આ રીતે પરિક્રમા કરતી વખતે કેટલીક જરૂરી બાબતો નું ધ્યાન રાખવામાં આવે તો પરિક્રમા કરવાનો પૂરે પૂરો લાભ પ્રાપ્ત કરી શકાય છે. તેથી મંદિરે જઈ આ રીતે પરિક્રમા કરવી જોઈએ.