હિન્દુ ધર્મના મહાન ગ્રંથ મહાભારત ની અંદર આવતી દ્રૌપદીને ઘણા લોકો વિશ્વની સૌથી સુંદર મહિલા માને છે. ઘણા લોકોનું કહેવું છે કે, મહાભારત થવા પાછળનું મુખ્ય કારણ દ્રૌપદી હતી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. દ્રૌપદી દ્વારા કહેવામાં આવેલી એ વિચાર વાત વિશે કે જે..
દરેક સ્ત્રીએ હંમેશાં ને માટે રાખવી જોઈએ યાદ. લગ્ન બાદ દરેક મહિલા પોતાના પતિને પોતાના ઈશારા ઉપર નચાવવા માંગતી હોય છે. દરેક મહિલા પોતાના પતિને પોતાના વશમાં કરવા માગતી હોય છે.
પરંતુ દ્રૌપદીએ બતાવ્યું છે કે, કોઈ પણ સ્ત્રીએ પોતાના જીવનની અંદર ક્યારેય પણ આ પ્રકારની વિચારધારા ન રાખવી જોઈએ. અને પોતાના મગજની અંદર આવો વિચાર ન લાવવો જોઈએ કેમ કે, આમ કરવાથી તેનું વૈવાહિક જીવન નષ્ટ થઈ જાય છે.
દ્રૌપદીના અનુસાર એક સ્ત્રીએ હંમેશાને માટે બીજી સ્ત્રીઓ થી દૂર રહેવું જોઈએ અને ખરાબ સ્ત્રીઓ થી અંતર બનાવીને રાખવું જોઈએ. કેમ કે, કોઈપણ ખરાબ સ્ત્રીની સંગત તમારા ઘરને બરબાદ કરી શકે છે. દ્રૌપદીના કહ્યા અનુસાર એક પતિવ્રતા સ્ત્રી માટે પોતાનો પતિ જ દરેક વસ્તુ હોય છે.
આથી પતિવ્રતા સ્ત્રીએ કોઈપણ પરિસ્થિતિની અંદર ગભરાયા વગર હંમેશાને માટે પોતાના પતિનો સાથ દેવો જોઈએ. દ્રૌપદી એ કહ્યું છે કે કોઈ પણ સ્ત્રીએ ક્યારેય પણ પોતાના ઘરની વાત બીજા વ્યક્તિઓ સાથે ન શેર કરવી જોઈએ.
આમ કરવાથી અન્ય લોકોને તમારા ઘરના ભેદ વિશે ખબર પડી જાય છે. આમ જો આજના સમયમાં દરેક વિવાહિત સ્ત્રી પોતાના જીવનની અંદર દ્રોપદી દ્વારા કહેવામાં આવેલી આ ચાર વાતો ને ઉતારી લે તો તેનું જીવન પણ બની જાય છે ખુશખુશાલ.