પરમાત્માને પામવા માટે શું કરવું જોઈએ કેવી રીતે મેળવી શકાય છે મોક્ષ?

કેટલાય  જન્મોના સત્કર્મોના પુણ્યે મનુષ્યનો મોંઘેરો જન્મ મળે છે. સંસારના માણવા સાથે સાથે જેના તરફથી મનુષ્ય શરીરની જણસ મળી છે તેવા જગન્નિયંતા- ઇશ્વરને પણ ઓળખીએ પ્રશ્ન એ છે કે ઇશ્વર તો અશરીરી છે, નિરાકાર છે. આપણો ભૂમિ પર ઇશ્વરરૂપે આવેલા ઋષિ-મુનિ, સંત- મહંતોએ શાસ્ત્રોના માધ્યમથી આપણને સૌને સુલભ સાધન આપી દીધું છે તે છે ભક્તિ, ઉપાસના કે આરાધના, ભક્તિ એટલે બીજું કંઈજ નહીં માત્રને માત્ર સતત સ્મરણ. 

સ્તોત્ર-સ્તુતિ કે ભજન કીર્તનથી એના ગુણગાન ગાવાના છે.એનું સામર્થ્યને સાર્વભૌમક્તાને સતત બિરદાવવાનું છે. જરૂરી નથી કે કીર્તન કે ભજનમાં રાગ-તાલ કે લય સચવાય. હા, જે સંગીતરી છે તે એ જ ભજન કે કીર્તન લયબદ્ધને તાલબદ્ધ ગાશે. ઉપરની પંક્તિમાં કહ્યું છે તેમ ખુલ્લા અવાજે ગાવાનું છે. અવાજ ખુલ્લો કયારે થાય કે જ્યારે ભક્ત ઇશ્વર સાથે એકાકાર થઈને ગાય.

ભક્તિની નાનકડી શરત એ છે કે ઇશ્વરની સમીપ જાવ ત્યારે તદ્દન નિરાડંબર કે નિર્દભ જોવાનું છે. તે દરમ્યાન રાગ-દ્વેષ, વિષય વાસના કે મોહ-માયાના આવરણો- વસ્ત્રો ફેંકી દઈ તદ્દન નિરાવરણ- દિગંબર થઈને જવાનુ છે તમે જેવા છો તેવા જ વધારાનો કોઈ જ દંભ- દેખાડાની જરૂર નથી. ઇશ્વર તો આવા ભક્તોની રાહ જોતો બેઠો જ છે. જરૂર આવકારશે.

જાતિ- ધર્મ અનુસાર ઇષ્ટ-દેવ-દેવીઓની આરાધના થાય છે. દરેક સ્થળે જે તે દેવ-દેવીઓના મંદિરોને તીર્થસ્થાનોમાં તેઓની સુંદર મૂર્તિઓ પ્રતિમાઓની સ્થાપના કરેલી જ છે. મંદીરમાં દર્શન કરવા જઇએ ત્યારે ઘડીક માટે જે તે મૂર્તિમાં તમે એકાકાર થઈ ગયા છો એવો અહેસાસ અનુભવો. સાચું દર્શન ત્યારે જ સાથર્ક થશે.

ભક્તિ દરમ્યાન કશું જ માગવું નથી. આપણી જરૂરિયાત પ્રમાણે- ઇશ્વર તો આપણને આપવા જ બેઠા છે- આપશે. ક્યારેક એવું બને છે કે નિત્ય:નિયમ પ્રમાણે આપણે કોઈક સ્તોત્ર પાઠ કે મંત્ર-જાપ કરીએ છીએ ત્યારે મનમાં એક છૂપો ડર રહે છે કે  કોઈક કારણસર સ્તોત્ર-પાઠ ચૂકાઈ જશે તો જે તે આરાધ્ય દેવ-દેવી નારાજ થશે ને કંઈક શાપવચન ઉચ્ચારી દેશે તો ?  

આવા વખતે એટલું જ યાદ રાખવાનું કે ઇશ્વર કરૂણાનો સાગર છે- ધ્યાનિધાન છે, ક્યારે શાપ નહીં આપે. એ તો અનન્ય ભક્તનો માત્ર ભાવ જ પીછાને છે. કેટલો સમય નામસ્મરણ કર્યું તે અગત્યનું નથી. નામસ્મરણ દરમ્યાન તમે ‘સ્વયં’ને ભૂલીને માત્ર પ્રભુમય થઈ ગયા એ જ ભક્તિનું સાફલ્ય છે.

સંસારી જીવ છીએ. અનેક જવાબદારીમાં વ્યસ્ત છીએ, તેમાંથી થોડોક સમય કાઢીને ઇશ્વરની કૃપાની આપણી કૃતજ્ઞાતાનો ભાવ ખૂબ પ્રેમથી ને પ્રસન્નતાથી દાખવીએ.

શાસ્ત્રોએ નવ પ્રકારની ભક્તિનું વર્ણન કર્યું છે. જેને ‘નવધા ભક્તિ’ કહે છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કર્તવ્ય-કર્મને પછી જ્ઞાાનમાર્ગનો બોધ કર્યો છે. તે સખ્ય ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વ્રજની ગોપીઓ બાળપણમાં એક સખી તરીકે શ્રીકૃષ્ણ સાથે ખેલી- રમી, બાળરમતમાં ક્યારે તેઓ શ્રીકૃષ્ણની પ્રેમિકા બની ગઈ. એની તેઓને જાણ પણ  ન થઈ. પ્રેમલક્ષણાભક્તિમાં ઇશ્વરને પોતાનો પ્રિયતપ ગણીને અનન્યભાવે ભજે છે. રાધિકાજીને પ્રસિદ્ધ કવયિત્રી શ્રી.મીરાંબાઈનો ઇતિહાસ બની ગયો.

ભક્તિ એ ઇશ્વરનું સાન્નિધ્ય પામવાનો એક સેતુ છે. જરૂરી નથી કે પૂજન- અર્ચનનું વિધિ-વિધાનનું જ્ઞાાન હોવું જ જોઈએ. સ્થાપિત મૂર્તિ કે પ્રતિમાજીને તો માત્ર જળનો અભિષેક કે બે ફૂલ ચઢાવીશું તો પણ એ સ્વીકારશે જ.

ઇશ્વરને પામવાનો માત્ર એક જ મંત્ર છે ને તે છે. અનન્ય શરણાગતિને ન્યોછાવરી.’હું’ને ‘તું’નું દ્વંદ્વ નિશેષ થઈ જાય. તુ મા હું સમાઈ જાય.

Leave a reply:

Your email address will not be published.

Site Footer