પર્સમાં આ વસ્તુઓ રાખવાની ભૂલ ક્યારેય નાં કરશો… નહિતર થઈ જશો કંગાળ!

આજકાલના મોટા ભાગના લોકો પૈસા પર્સ અને વોલેટમાં જ રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે પર્સ અને વોલેટમાં પૈસા રાખવાએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર લાભકારી નથી માનવામાં આવતું. પર્સ અને વોલેટમાં પૈસા રાખવાથી કેટલાક પ્રકારનું નુકશાન ભોગવવું પડે છે. એટલું જ નહીં લોકો પૈસા પર્સ અથવા વોલેટમાં રાખવાથી દુઃખી પણ થાય છે. અમુક લોકો પર્સમાં પૈસાની જગ્યાએ જે તે વસ્તુઓ નાખીને તેને પર્સ અને વોલેટને કચરાપેટી બનાવી રાખે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યુ છે કે આવી કોઈ વસ્તુઓ ભૂલથી પણ પર્સમાં રાખવામાં આવે તો તમારા જીવન પર એનો ખરાબ પ્રભાવ પડે છે. કેટલાક લોકોને કામ વગરની વસ્તુઓ પણ સંગ્રહી રાખવાની આદત હોય છે. નકામા કાગળને પણ ડૂચા વાળી વાળીને ઠાંસી ઠાંસી પર્સમાં રાખી દે છે. આવુ કરશો તો ધન ક્યારેય તમારી પાસે નહી ટકે કેમકે માતા લક્ષ્મીજીને આ વાત પસંદ નથી.

કેટલાક લોકો ફાટેલી નોટોને કારણ વગર એમ જ પર્સમાં રાખી દે છે આવી નોટ ક્યારેય કામમાં આવતી નથી તો આવો નકામો સામાન પર્સમાં ન રાખશો. આવી વસ્તુઓ પર્સમાં રાખવાથી નકારાત્મક ઉર્જા વધશે.

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, પર્સમાં ચાવી ન રાખવી જોઈએ. પર્સમાં ચાવી રાખવાથી આર્થિક તંગી થાય છે. પર્સમાં કોઈ પણ પ્રકારની ચાવી ન રાખવી જોઈએ પછી એ ઘરની હોય કે ઑફિસની હોય. જે પણ વ્યક્તિ પર્સમાં ચાવી રાખે તો તેને જીવન ભાર આર્થિક તંગીનો સામનો કરવો પડશે.

કાયમ તમે જોયું હશે કે લોકો પોતાના પર્સમાં બિલની રસીદ રાખે છે. પર્સમાં બિલ અથવા પેમેન્ટની રસીદ ન રાખવી જોઈએ. પર્સમાં તમે બિલ અથવા પેમેન્ટ રસીદ રાખો તો નકારાત્મકતામાં વધારો થાય છે. પર્સમાં ક્યારેય પૈસા સાથે બિલની રસીદ મુકાવી નહીં.

વાસ્તુશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ઓશિકા પાસે ક્યારેય પર્સ રાખવું નહીં. એટલું જ નહીં પર્સને રાતે ઊંધતા સમયે પલંગ પાસે ન રાખવું જોઈએ. આવું કરવાથી તમને આર્થિક તકલીફોનો સામનો કરો પડશે. વાસ્તુવિજ્ઞાનમાં એવું પણ કહેવામાં આવું છે ફાટેલું પર્સ પણ વાપરવું ન જોઈએ.

બ્લેડ કે ચાકુ જેવા ધારદાર અસ્ત્રને સામાનની જેમ પર્સમાં ક્યારેય ન રાખશો. આનાથી નકારાત્મક ઉર્જા વધશે. સાથે સાથે આ વસ્તુઓ તમારા માટે ખતરનાક સાબીત થશે. આથી પર્સમાં આવી વસ્તુઓ ક્યારેય ન રાખશો.

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યું છે કે પર્સમાં ક્યારેય પણ ઉધારના પૈસા ન રાખવા જોઈએ. જો તમે કોઈ પાસે ઉધાર લો છે અને તને પાછું ચૂકવી દો છે તો આ ઉધાર લીધેલી રકમ ક્યારેય પોતાના પર્સમાં ન રાખવી જોઈએ. આટલું જ નહીં પણ ઉધારના વ્યાજની રકમ પણ પર્સમાં ન રાખવી. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે, આવા પૈસા રાખવાથી તમારું ઋણ વધે છે અને આર્થિક નુકશાન થવાની શક્યતામાં પણ વધારો થાય છે.

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જો શૌચ જતા સમયે પર્સ બહાર રાખવું જોઈએ, જો બહાર રાખવાની જગ્યા ન હોય તો પર્સને આગળના ખિસ્સામાં રાખી દેવું. એટલું જ નહીં પણ સિક્કા અને નોટને ક્યારેય એક સાથે ન રાખવા બંનેને અલગ જ રાખવા. પર્સમાં કાયમ સિક્કા એવી જગ્યામાં રાખવા જે જગ્યા બંધ થઇ જાય. હવેના પર્સમાં તો સિક્કા માટે અલગ જ ખાનું આપવામાં જ આવે છે.

મૃતક વ્યક્તિનો ફોટો ક્યારેય પર્સમાં ન રાખવો કેમકે આવું કરવાથી અશુભ થાય છે. જો તમારા પર્સમાં આવી કોઈ તસવીર હોય તો તેને તાત્કાલીક કાઢી નાખજો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer