આ મંદિરની દિવાલો પર 18મી સદીની સુંદર નક્કાશી છે. મંદિર બહારની દિવાલોના ચાર ખૂણાના ચાર સ્તંભો પર બનેલુ છે. પૂર્વી સ્તંભ પર ચઢવા માટે 18 સીડીઓ છે અને ઉત્તરી સ્તંભથી ઉતરવા માટે 57 સીડીઓ છે જે પંપા નદી સુધી જાય છે. અરણ્મૂલ શ્રી પાર્થસારથી મંદિર કેરલની વાસ્તુકલા શૈલીનો અદ્દભૂત નમૂનો છે. પાર્થસારથીની મૂર્તિ છ ફીટ ઉંચી છે. મંદિરની પ્રતિમાની સ્થાપનાની વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં દર વર્ષે 10 દિવસનો ઉત્સવ સુધી ઉજવવામાં આવે છે. આ ઉત્સવ મલયાલમ મહિનો મીનમમાં હોય છે.
શ્રી પાર્થ સારથી મંદિર કેરલના પ્રાચીન મંદિરો માંથી એક
છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ પાર્થ સારથીના રૂપમાં વિરાજમાન છે. મંદિર પથાનમથિટ્ટા
જિલ્લાના અરણ્મૂલમાં પવિત્ર નદી પંબા ના કિનારે આવેલુ છે. એવુ માનવામાં આવે છે કે
આ મંદિરનુ નિર્માણ અર્જુને કર્યુ હતુ. કહેવાય છે કે અરણ્મૂલ મંદિરનુ
નિર્માણ અર્જુને, યુધ્ધભૂમિમાં નિહત્થા કર્ણને મારવાનો અપરાધના પ્રાયશ્ચિત સ્વરૂપે
કર્યુ હતુ.
એક અન્ય કથાના મુજબ વાસ ના છ ટુકડાથી બનેલ બેડા પર અહીં લાવવામાં આવ્યા. તેથી આ જગ્યાનુ નામ અરણ્મૂલ પડ્યુ જેનો અર્થ થાય છે વાંસના છ ટુકડા. પ્રત્યેક વર્ષે ભગવાન અયપ્પનના સુવર્ણ અંકી ને અહીથી વિશાળ શોભાયાત્રામાં સબરીમલ સુધી લાવવામાં આવે છે. ઓણમ તહેવાર દરમિયાન અહીં પ્રખ્યાત અરણ્મૂલ નૌકાદોડ પણ આયોજીત કરવામાં આવે છે. મંદિરમાં 18મી સદીના ભીતચિત્રોનુ પણ ઐતિહાસિક સંગ્રહ છે. ઓણમ કેરલ નો મુખ્ય તહેવાર છે.