ભગવાન મહાવીરના સિધ્ધાંતોને ધ્યાનમાં રાખીને સતત અને ખાસ કરીને પર્યુષણના દિવસોમાં આત્મગૌરવમાં લીન રહેવું જોઈએ. સદાચારના માર્ગ પર ચાલવું જોઈએ. શ્વેતામ્બર જૈન સમાજનું આઠ દિવસીય મહાપર્વ પર્યુષણ સોમવારથી શરૂ થયું છે, જે 2 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પછી, દિગમ્બર જૈન સમુદાયનું પર્યુષણ પર્વ 12 સપ્ટેમ્બર સુધી શરૂ થશે. ચાલો જાણીએ પર્યુષણ વિશે કેટલીક ખાસ વાતો.
૧. આ દિવસોમાં ભૂલોની ક્ષમા માગવામાં આવે છે
૨. પર્યુષણ શબ્દમાં પરિનો અર્થ ચારે તરફ અને ઉષણનો અર્થ ધર્મની આરાધના એવો થાય છે
૩. આ પર્વ મહાવીર સ્વામીના મૂળ સિદ્ધાંતો અંહિસા પરમો ધર્મ, જિયો ઓર જીને દોના માર્ગ ઉપર ચાલવાનું શીખવે છે.
૪. પર્યુષણના 2 ભાગ છે – પહેલો તીર્થંકરોની પૂજા, સેવા અને સ્મરણ તથા વ્રતના માધ્યમથી શારીરિક, માનસિક અને વૈચારિક તપમાં સ્વયંને સંપૂર્ણરાતે સમર્પિત કરવાનો છે.
૫. શ્વેતાંબર સમાજ 8 દિવસ સુધી પર્યુષણ પર્વ ઉજવે છે જેને અષ્ટાન્હિકા કહેવામાં આવે છે. જ્યારે દિગંબર 10 દિવ સુધી ઉજવે છે જેને દસલક્ષણ કહેવાય છે. દસલક્ષણમાં ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, સંયમ, વિચાર, તપ, ત્યાગ, અકિંચન અને બ્રહ્મચર્યનો સમાવેશ થાય છે.
૬. પર્યુષણના સમાપન સમયે વિશ્વ મૈત્રી દિવસ મનાવાય છે. અંતિમ દિવસે દિગંબર ‘ઉત્તમ ક્ષમા’ તો શ્વેતાંબર ‘મિચ્છામિ દુક્કડમ’ કહીને લોકો પાસેથી ક્ષમા માગે છે.