એક એવી શિવલિંગ જ્યાં ભક્તો ચઢાવે છે ઝાડું અને આ ઝાડું કરે છે ત્વચાના રોગ દુર.

એક એવી શિવલિંગ જ્યાં ભક્તો ચઢાવે છે ઝાડું અને આ ઝાડું કરે છે ત્વચાના રોગ દુર.

ક્યાં છે આ શિવલિંગ :

મુરાદાબાદ અને આગ્રા રાજમાર્ગ પર ગામ સદ્ત્બદી માં ભોલેનાથ નું એક પ્રાચીન મંદિર જે પાતાળેશ્વર મંદિર ના નામ થી પ્રસિદ્ધ છે.અહિયાં પર સ્થિત છે એક દીત્ય શિવલિંગ જેમાં ઝાડું ચઢાવવાથી ચામડી ના રોગ સારા થઇ જાય છે. આ મંદિર ખુબ પ્રાચીન છે અને આ પરંપરા પણ સદીઓ થી ચાલી રહી છે.

ઝાડું ચઢાવવાની લોક પ્રથા :

આ ગામ માં એક ભીખારીદાસ નામ નો અમીર વેપારી રહેતો હતો. એક વાર તે ચામડી રોગ થી પરેશાન થઇ ગયો. નીમ હકીમ વૈદ પણ એને આ રોગ થી મુક્ત કરી શકતા ન હતા.

એક દિવસ તે કોઈ રસ્તામાં થી નીકળી રહ્યો હતો અને એને તરસ લાગી. પાસે જ કોઈ શિવ ના ભક્ત સંત નો આશ્રમ હતો. ભીખારીદાસ જી આશ્રમ માં પહોંચ્યા અને સંત ને પાણી પીવડાવવા નું કહ્યું. સંત એ સમયે આશ્રમ ના ઝાડું થી સફાઈ કરી રહ્યા હતા. સફાઈ કરતા કરતા ઝાડું વેપારી ને સ્પર્શ થઇ ગયું. વેપારી ના શરીર માં એક તરંગ ગઈ અને જોતા જોતા જ એનો ચામડી રોગ સારો થઇ ગયો. વેપારી આ ચમત્કાર ને જોઇને સંત ના ચરણો માં પડી ગયો અને એને ધન દોલત થી તોલવાની વાત કરવા લાગ્યો.

સંત એ એને સમજાવ્યો કે આ બધું ભોલે બાબા ની કૃપા છે અને તે તો બસ એના દાસ છે.જો તમે કંઈક કરવા માંગો છો તો બસ આ આશ્રમ માં શિવ મંદિર બનાવી દો. આદેશ ની અનુસાર વેપારી એ ત્યાં શિવ મંદિર નું નિર્માણ કર્યું.

વેપારી સારો થવાની ખબર ગામ માં ફેલાઈ ગઈ અને ત્યારે ગામ વાળા એ શિવલિંગ પર ઝાડું ચઢાવવાનું શરુ કરી દીધું.

આ ચમત્કાર ની પાછળ એક કહાની કહેવામાં આવે છે કે ગામ માં ક્યારેક એક ભીખારીદાસ નામ નો એક વેપારી રહેતો હતો, જે ગામ નો સૌથી ધનિક વ્યક્તિ હતો અને તે ચામડી ના રોગ થી પીડિત હતો. એના શરીર પર કાળા ધાબા પડી ગયા હતા, જેનાથી એને દુખ થતું હતું.

આજે અહિયાં આ પ્રકારના હજારો લોકો આવે છે જે ચામડી ના રોગ થી પીડિત છે અને આસપાસ ના લોકો એ પણ કહે છે કે વધારે લોકો ને અહિયાં આવવા અને ઝાડું ચઢાવ્યા પછી આ રોગ થી મુક્તિ પણ મળે છે . પરંતુ ભગવાન શિવ ની મહિમા તો એમ પણ અપરંપાર છે તો અહિયાં લોકો ચામડી રોગ ની સિવાય, એમના અને બધાના દુખ પણ લઈને આવે છે.

આ ચમત્કારિક શિવલિંગ માં લાખો લોકો વર્ષમાં આવે છે અને એમના દુઃખોથી મુક્તિ પ્રાપ્ત કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer