BJP પ્રમુખ સી.આર પાટીલના એક નિવેદને ધારાસભ્યોની ઊંઘ ઉડાડી, શું 100 નવા ચહેરાને ઉતારશે વિધાનસભાની ચૂંટણીમાં?

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે આજે ભાજપ પ્રમુખ સી.આર પાટીલનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. હિંમતનગરના મોતીપુરા ખાતેથી જિલ્લા ભાજપ આગેવાનો દ્વારા તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ બાઈક રેલી સાથે ભીડ એકત્ર કરી શહેરના મુખ્ય માર્ગો પર શક્તિ પ્રદર્શન કર્યું હતું .

રેલીના રૂટ પર આવતી મહાનુભાવોની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા.બાબા સાહેબ આંબેડકર પ્રતિમા,સરદાર પટેલની પ્રતિમા અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા પરંતુ મહાત્મા ગાંધીની પણ પ્રતિમાને ફૂલહાર પેહરવવામાં આવ્યા ન હતા.

ટાઉનહોલ ખાતે પહોંચ્યા બાદ સભાનું સંબોધન કર્યું હતું, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા તેમણે આમ આદમી પાર્ટીને ડ્રાંઉં ડ્રાંઉં પાર્ટી કહી હતી.તો સહકારી ક્ષેત્રે પણ ભાજપનો પેહલેથી દબદબો રહ્યો હોવાની વાત પણ કરી હતી અને સહકારી સંસ્થાઓમાં પાર્ટીના કાર્યકર્તાઓને નોકરીમાં પ્રાથમિકતા આપવાની વાતનો એલાન કર્યો હતો.

2022 ની ચૂંટણી પહેલાં સીઆર પાટીલે ટિકિટને લઇને મોટું નિવેદન આપ્યું જેને કારણે ફરી રાજકારણ ગરમાયું છે. તેમણે કહ્યું કે 100 નવા ચહેરાનો સમાવેશ કરાશે. ટિકિટ આપતાં દરેકનો પહેલાં 5-6 સર્વે થાય છે અને ટિકિટ ઉપરના લેવલે નક્કી થાય છે.

ધારાસભ્યોનું કામ જોવામાં આવશે તેઓએ લોકો સુધી પહોંચીને કેટલા કામ કર્યા છે તે જોયા બાદ ટિકિટ આપવામાં આવશે. કોઇપણ પ્રકારની લાગવગશાહી ચલાવી નહિ લેવામાં આવે. આડકતરી રીતે ભાજપના હોદ્દેદારોને ધમકી આપી કે કોઈનું પદ કાયમી નથી એટલે જે કાર્યકર્તાઓ મહેનત કરશે એને જ ટિકિટ મળશે .

તો બીજી તરફ સહકારી ક્ષેત્રે હોદ્દા ધરાવતા સહકારી નેતાઓને પણ સૂચન કર્યું કે સહકાર વિભાગમાં ભાજપના કાર્યકર્તાઓને નોકરીની પ્રાથમિકતા નહીં આપે તો સહકારમાં મેન્ડેડ આપવામાં આવશે નહીં. પછી ધરાસભ્યને સંબોધતા કહ્યું કે આમાંથી કોઈએ બંધ બેસતી પાગડી પહેરવી નહીં.એવું સૂચન કર્યું હતું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer