મોટી દવાઓથી ન થઇ શકે એ બીમારી ગાયના ઘી-દૂધથી દુર થતા હીરાની કમાણી મુકીને પતિએ શરુ કરી ગૌશાળા, પત્નીની બીમારી સારી થઇ ગઈ અને અત્યારે ભાઈ કરે છે 25 લાખનું ટર્નઓવર…

‘મારી પત્નીને સોરાયસિસની ગંભીર બીમારી હતી.લગભગ 25 વર્ષ સુધી એલોપથી, હોમિયોપથી અને આયુર્વેદિક જેવી તમામ પ્રકારની સારવાર કરાવી હતી, પરંતુ કોઈ અસર થઈ નહિ.અસહ્ય પીડા અનુભવતી પત્ની રાત દિવસ મોત માગતી હતી. જોકે પાંચેક વર્ષ અગાઉ એક ગાય પાળી અને એનાં શુદ્ધ દૂધ-ઘીના ઉપયોગથી પત્નીની બીમારી જડમૂળથી દૂર થઈ ગઈ હતી,

એટલે હીરાનું કારખાનું અને વેપાર પણ બંધ કરીને ગૌશાળા શરૂ કરી દીધી. જેથી અમારી જેમ લોકોને પણ સારાં અને શુદ્ધ દૂધ-ઘી સહિતની પ્રોડ્કટ મળી રહે.’ -આ શબ્દો છે હીરાનો વેપાર બંધ કરીને ગૌશાળા શરૂ કરનાર હરિકૃષ્ણભાઈ લીંબાણીના.

આજે સુરત અને ઓલપાડની વચ્ચે સ્થિત ઈસનપુરમાં ગૌશાળામાં નાની-મોટી માંડીને કુલ 125થી વધુ ગાયો છે, જેના થકી તૈયાર થતાં શુધ્ધ દૂધ-ઘી સહિતની પ્રોડક્ટના વેચાણથી વર્ષે લગભગ 25 લાખનું ટર્નઓવર થાય છે.

ગુરુઓની પ્રેરણાથી અને સાળંગપુર બીએપીએસ ગૌશાળાના તપોધન ભગતના સપોર્ટ અને માર્ગદર્શનથી ગૌશાળા નું તમામ કામ કાજ સંભડતા હરિકૃષ્ણભાઈએ કહ્યું હતું કે અમને ચોક્કસ પણે લાભ ગાયથી મળ્યો. આજે લોકો ભેંસ અને અન્ય પ્રાણીઓના દૂધના સેવન કરે છે,

જ્યારે ગાયને આપણે માતા ગણીએ છીએ અને એનાં ઘી, દૂધથી પણ અનેક લાભ થઈ રહ્યા છે. ત્યારે અમે ગૌશાળા શરૂ કરવાનો નિર્ણય લીધો. આજે ભાડાની જગ્યામાં લગભગ 47 વાછરડી અને 125 થી વધુ ગૌવંશનું પાલન પોષણ કરી રહ્યા છે.

બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્ત હરિકૃષ્ણભાઈ સુરતથી રાજકોટ સુધી દોડીને પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસે ત્યાં ગયા હતાં. હરિકૃષ્ણભાઈ કહે છે, એકવાર મંદિરમાં સંતોનું પ્રવચન ચાલતું હતું ત્યારે રામાયણનો એક પ્રસંગ સ્વામીજીએ કહેલો, જેમાં દિલીપ રાજાને સંતાનો ન હોવાથી તેમને ગાયની સેવા કરવાનું મંતવ્ય આપવામાં આવ્યું.

ગાયોની ઉત્તમ સેવા કરવાને કારણે દિલીપ રાજાને ત્યાં પુત્ર પ્રાપ્તિ પણ થયેલી. તો મને થયું કે જો ગાય સંતાન આપતી હોય તો શું મારી પત્નીની બીમારી ગાય દૂર ન કરી શકે?. બસ..પછી એક ગાય પાળી અને આજે મારી પત્ની એકદમ સ્વસ્થ છે.

ગીર ગાયો માટે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તાર જેવા કે જામનગર,ભાવનગર,અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારોમાંથી ગાયો ઈસનપુરમાં લાવ્યા અને આ રીતે ગૌશાળા શરૂ કરી. ગાયોને ગૌશાળામાં મચ્છરનો ત્રાસ ન રહે એ માટે પંખાની પણ સુવિધા છે. ખુલ્લી જમીનમાં ઘાસ ચરવા માટે રોજ પાંચેક કલાક છોડી મૂકવામાં આવે છે, સાથે જ ગાયોને નવડાવવાથી લઈને એના છાણને સાફ કરી શકાય એવી વ્યવસ્થા કરાઈ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer