શું તમને ખબર છે હિંદુ ધર્મમાં પત્નીને વામાંગી શા માટે કહેવામાં આવે છે? જાણો તેનો સાચો અર્થ અને મહત્વ….

હિંદુ ધર્મમાં પત્નીને વામાંગી કહેવામાં આવે છે, વામાંગીનો અર્થ થાય છે ડાબા અંગ ના અધિકારી. અને તેથી જ લગ્ન પછી પતિના શરીરનો ડાબો ભાગ સ્ત્રી નો માનવામાં આવે છે. કોઈ પણ ધાર્મિક રીતી રીવાજ માં પતિની ડાબી બાજુ બેસવાનું કહેવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવના ડાબા અંગ માંથી સ્ત્રી ની ઉત્પત્તિ થઇ હતી. તેમજ કોઈ પંડિત હાથ જોવે તો પુરુષના જમણા હાથને જોવે છે અને ડાબા હાથથી તેની પત્ની વિશે જણાવે છે. શાસ્ત્રોમાં સ્ત્રી ને પુરુષની વામાંગી માનવામાં આવે છે.

અને તેથી જ સુતા સમયે અને કોઈ પણ અસભામાં બેસતી વખતે, સિંદુર દાન સમયે, વડીલોના આશીર્વાદ ગ્રહણ કરતા સમયે અને ભોજન દરમિયાન સ્ત્રી હંમેશા પુરુષની ડાબી બાજુ જ જોવા મળે છે. આવું કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત શાસ્ત્રોમાં એવા કેટલાક કાર્યો છે જેને કરતી વખતે સ્ત્રીઓ ને જમણી બાજુ રહેવાનું હોય છે.

શાસ્ત્રો માં આ વિશે જણાવેલ છે કે કન્યાદાન, વિવાહ, યજ્ઞ, જાતકર્મ, નામ કરણ અને અન્ન પ્રાશન ના સમયે પત્ની ને પતિની જમણી બાજુ બેસવાનું હોય છે. શાસ્ત્રો માં માનવામાં આવે છે કે પત્ની પતિ ની ડાબી બાજુ બેસે છે તો એ કર્મ સ્ત્રી પ્રધાન કર્મ હોય છે.

સનાતન ધર્મમાં પત્નીને પતિની વામાંગી કહેવાય છે, એટલે કે પતિના શરીરનો ડાબો ભાગ, એ ઉપરાંત પત્ની ને પતિની અર્ધાંગીની પણ કહેવામાં આવે છે. જેનો અર્થ થાય છે પત્ની, પત્ની પતિના શરીરનું અડધું અંગ હોય છે. બંને શબ્દોનો સાર એક જ છે. જેનાથી પતિ વિના પત્ની અધુરી છે અને પત્ની વિના પતિ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer