મોક્ષ પ્રાપ્તિનું માધ્યમ છે પૌષ પૂર્ણિમા, જાણો શું છે મહત્વ!!

પૌષ પૂર્ણિમા ને સવારે સ્નાન પહેલા સંકલ્પ લો, પહેલા પાણી ને માથા પર લગાવીને પ્રણામ કરો પછી સ્નાન કરો. ભારતીય પરંપરા માં પૂર્ણિમા અને અમાસ સૌથી મહત્વપૂર્ણ તિથી માનવામાં આવે છે. અમાસ કૃષ્ણ પક્ષ નો અંતિમ દિવસ અને પૂર્ણિમા શુક્લ પક્ષ નો અંતિમ દિવસ હોય છે. લોકો એમના ઉપાયથી આ દિવસ ને મનાવે પણ છે. પૂર્ણિમા અર્થાત પુર્ણો માં:. માસ નો અર્થ થાય છે ચંદ્ર. જે દિવસે ચંદ્રમાં નો આકાર પૂર્ણ થાય છે, એ દિવસે પૂર્ણિમા હોય છે.

એમ તો દરેક મહિના ની પૂર્ણિમા પર કોઈ ન કોઈ તહેવાર જરૂર હોય છે. પરંતુ પૌષ અને માઘ મહિના ની પૂર્ણિમા નું વિશેષ મહત્વ હોય છે. તેથી વિદ્વાન જ્યોતિષાચાર્યો ના મતાનુસાર પૌષ પૂર્ણિમા આગળના દિવસે સૂર્યોદય થી માનવામાં આવે છે.

ઉત્તર ભારત માં હિંદુઓ માટે આ દિવસ ને ખુબ ખાસ માનવામાં આવે છે. જાણકાર કહે છે કે પૌષ મહિનામાં સૂર્ય દેવ અગ્યાર હજાર રશ્મીઓ ની સાથે તપ કરીને શરદી થી રાહત આપે છે, પૌષ ના મહિનામાં સૂર્યદેવ ની વિશેષ પૂજા ઉપાસના થી મનુષ્ય જીવન-મરણ ના ચક્કર થી મુક્તિ મેળવી શકે છે.

મહત્વ

પૌષ મહિના ની પૂર્ણિમા ને મોક્ષ ની કામના રાખવા વાળા ને ખુબ જ શુભ માને છે. કારણ કે એના પછી માઘ મહિના ની શરૂઆત થાય છે. માઘ મહિના માં કરવામાં આવતા સ્નાન ની શરૂઆત પણ પૌષ પૂર્ણિમા થી જ થઇ જાય છે. માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે વિધિપૂર્વક સવાર માં સ્નાન કરે છે તે મોક્ષ નો અધિકારી હોય છે.

આને જન્મ-મૃત્યુ ના ચક્કર થી છુટકારો મળી જાય છે, અર્થાત મુક્તિ થઇ જાય છે. માઘ મહિના ને ખુબ જ શુભ અને એના પ્રત્યેક દિવસ ને મંગલકારી માનવામાં આવે છે. તેથી આ દિવસે જે પણ કાર્ય આરંભ કરવામાં આવે છે એને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે સ્નાન ની પાછળ ક્ષમતાનુસાર દાન કરવાનું પણ મહત્વ છે.

નદી માં સ્નાન

આપણી પરંપરા માં નદીઓ માં સ્નાન કરવાનું ખુબ મહત્વ છે. આ પૌષ પૂર્ણિમા પર પણ લાગુ હોય છે. બનારસ ના દશાશ્વ્મેઘ ઘાટ અને પ્રયાગ માં ત્રિવેણી ના સંગમ પર ડૂબકી લગાવવી શુભ અને પવિત્ર માનવામાં આવે છે. પ્રયાગ માં તો કલ્પવાસ કરી લોકો માઘ પૂર્ણિમા સુધી એક મહિનો સ્નાન કરે છે. જે લોકો પ્રયાગ અથવા બનારસ સુધી નથી જઈ શકતા તે કોઈ પણ પવિત્ર નદી અથવા સરોવર માં સ્નાન કરતા પ્રયાગરાજ નું ધ્યાન કરો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer