હિંદુ ધર્મમાં ગંગા નદીને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે, અને ગંગા નદીને સૌથી પવિત્ર નદીનું સ્થાન આપવામાં આવ્યું છે. ઘણા બધા ગુણોથી ભરપુર ગંગા જળ આસ્થાનું પ્રતિક હોવાની સાથે સાથે તેનાથી ઘણા બધા ધાર્મિક લાભ પ્રાપ્ત થાય છે. અને તેનો ઉલ્લેખ ખુદ વિષ્ણુ પુરાણમાં કરવામાં આવેલ છે.
ગંગા નદીનું પાણી વિશેષ માનવામાં આવે છે. પૂજા પાઠ થી લઈને ધર્મ કાંડ સુધી આ પાણી નો ઉપયોગ ખુબજ શુભ માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે ગંગા જળ ક્યારેય પણ ખરાબ નથી થતું. કારણ કે તેની શુધ્ધતા અને પવિત્રતા લાંબા સમય સુધી તેને સારું રાખે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગંગાનો જન્મ ભગવાન વિષ્ણુના ચારણો માંથી થયો હતો, તેથી જ ગંગામાં સ્નાન કરવાથી અને પૂજા તેમજ દર્શન કરવાથી જીવનના પાપોનો નાશ થઇ જાય છે. અને ઇન્સાનને પુણ્યણી પ્રાપ્તિ થાય છે. ગંગા જળ નો દરરોજ ઉપયોગ કરવાથી બીમારીઓ દુર થઇ જાય છે. ગંગા જળ મેળવીને ઘણી બધી દવાઓ પણ બનાવામાં આવે છે.
હિંદુ શરમ મુજબ ગંગા નદીના કિનારે આવેલ તીર્થ સ્થાનો ને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગંગા કિનારે આવેલા તીર્થ સ્થાનો ના એકવાર દર્શન જરૂર કરવા જોઈએ, તેનાથી સૌભાગ્ય બની રહે છે. અને જીવનમાંથી અંધકાર દુર થઇ જાય છે.