Paytmથી પેમેન્ટ કરીને ફેક બનાવટી મેસેજ બતાવી વેપારીઓને ઠગતા ભેજાબાજ ટોળકી ને ઝોન-2 એલસીબી દ્વારા એક સપ્તાહ પહેલાં જ ધરપકડ કરાઈ છે. આરોપીઓ અનાજ અને કરિયાણાની દુકાનના નાના મોટા દુકાનદારોને ડિજિટલ ટ્રાન્ઝેક્શનના ખોટા મેસેજો દેખાડીને કરિયાણાની ચીજવસ્તુઓ ખરીદી કરતા હતા.
હવે અમદાવાદમાં શાહપુરમાં પાનના ગલ્લાના વેપારી પાસે પાન મસાલા તથા બિસ્કિટનાં પેકેટો સહિતની 3 હજાર રૂપિયાની ખરીદી કર્યા બાદ આરોપી બેન્ક જેવો જ ખોટો Paytm માંથી ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાયા છે બનાવટી મેસેજ કરીને માલસામાન લઇને જતો રહ્યો હતો.
આ બનાવ અંગે શાહપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શાહપુરમાં મિલ કમ્પાઉન્ડ પાસે ગોલ્ડ પાન પાર્લર એન્ડ બેકરી નામની દુકાન માં માલિકે શાહપુર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે કોઇક અજાણી વ્યક્તિએ આવીને પાનમસાલા તથા સિગારેટ પેકેટ અને બિસ્કિટનાં પેકેટ સહિત કુલ 3 હજારની ખરીદી કરી હતી
અને દુકાનદારને Paytm કરીને બેન્ક જેવો ખોટો મેસેજ કરીને નાસી ગયો હતો. જ્યારે વેપારીએ બેન્કમાં તપાસ કરી તો તેમના ખાતામાં કોઇ રૂપિયા જમા થયા ન હતા.
તાજેતરમાં જ એક કિસ્સો લાલ દરવાજા પાસે બન્યો હતો જ્યાં એક વેપારીને ત્યાં તેલના બે ડબ્બા લઈને ફોન માં એકાઉન્ટ 5100 રૂપિયાનું પેમેન્ટ કર્યું હોય તેવા ફેક મેસેજ બતાવી ને ગઠિયો નાસી ગયો હતો. આ માટે પોલીસે બે યુવકોની ધરપકડ પણ કરી છે.