નવરાત્રિના પ્રથમ દિવસે જ ગુજરાતમાં પેટ્રોલના ભાવ રૂ. 100 પ્રતિ લિટર થઈ ગયા છે. તહેવારોની શરૂઆતના સમયે જ 7 ઓક્ટોબરે પેટ્રોલમાં ભાવ 29 પૈસાનો વધારો કરવાથી અમદાવાદમાં રૂ. 100.04 પ્રતિ લિટર પહોંચી ગયા છે. એટલે હવે સામાન્ય જનતા માટે નવરાત્રી વધુ મોંઘી થવાની છે.
દેશના અનેક રાજ્ય અને મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનો તાજેતરના ભાવની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પેટ્રોલ ની કિંમત પ્રતિ લીટર ₹ 100 થઈ છે.
અન્ય રાજ્યોમાં જે રીતે ભાવ વધી રહ્યો છે તેને જોતો લોકોમાં એવો ગણગણાટ શરૂ થયો છે હવે સરકાર ને કંઇક કરવું જોઈએ. જોકે, આવતા વર્ષે આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને લઈને જે રીતે રાજ્ય સરકારે નવરાત્રી માં અમુકઅંશે મંજૂરી આપી છે તેવી રીતે લોકોને ખુશ કરવા પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડાની જાહેરાત કરે તો નવાઈ નહી થાય.
भाजपा सरकार का फेस्टिवल ऑफर!
👉 स्वतंत्रता दिवस – LPG सिलेंडर के दाम में ₹25 की बढ़ोतरी।
👉 जन्माष्टमी – LPG सिलेंडर के दाम में ₹25 की बढ़ोतरी।
👉 नवरात्री – LPG सिलेंडर के दाम में ₹15 की बढ़ोतरी।
यह तो सिर्फ झांकी है, दिवाली का धमाका तो बाकी है।
— Arjun Modhwadia (@arjunmodhwadia) October 7, 2021
FGPDA (Federation of Gujarat Petroleum Dealers’ Association)ના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માર્ચમાં 2.6 કરોડ લીટરની સરખામણીમાં એપ્રિલમાં પેટ્રોલનું વેચાણ 2.2 કરોડ લીટર રહ્યું હતું. આ જ રીતે ડીઝલનું વેચાણ 6.08 કરોડ લીટરમાંથી 5.05 કરોડ લીટર થયું હતું.
માર્ચની સરખામણીમાં એપ્રિલમાં ડીઝલના વેચાણમાં 17% અને 18%નો ઘટાડો થયો હતો. પેટ્રોલ-ડીઝલના વપરાશમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ રાજ્યમાં થતો ભાવ વધારો છે. આ ઉપરાંત મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હતા. જેના પગલે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટી ગયો હતો.
પેટ્રોલની કિંમત કેમ આટલી વધારે? મૂળ કિંમત: 30%થી 32%, એક્સાઇઝ ડ્યૂટી, સેસ અને વેટ (કેન્દ્ર તથા, રાજ્યસરકાર) : 62%થી 65%, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ: 0.5%થી 1%, ડીલર કમિશન (ફિક્સ્ડ): 3.5%