પેટ્રોલ-ડીઝલ એકવર્ષમાં 26% મોંધુ થયું, સરકાર જો GST માં સામેલ કરી દે તો થઇ શકે છે આટલો ઘટાડો પરંતુ આ કારણે..

પેટ્રોલ અને ડીઝલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ના દાયરામાં આવશે નહીં. સરકારે સોમવારે લોકસભામાં આ વિશે જણાવ્યું હતું. લોકસભામાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું હતું કે જીએસટી પરિષદે અત્યાર સુધી તેલ અને ગેસને જીએસટીના દાયરામાં સમાવેશ કરવાની ભલામણ કરી નથી. તેમણે આ વિષય પર ઘણા સાંસદો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં લેખિતમાં આ માહિતી આપી હતી.

સંસદના સભ્યોએ પૂછ્યું હતું કે, શું ડીઝલ, પેટ્રોલની કિંમતોને નિયંત્રિત કરવા માટે પેટ્રોલિયમ પેદાશોને જીએસટીના દાયરામાં લાવવાની યોજના છે? આના જવાબમાં મંત્રીએ કહ્યું કે, હાલમાં આ ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાની કોઈ યોજના નથી. અત્યાર સુધી જીએસટી કાઉન્સિલે ઓઇલ અને ગેસને જીએસટીના દાયરામાં સમાવેશ કરવાની ભલામણ કરી નથી.

દેશના 17 રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે. કિંમતમાં વધારો થવાનું સૌથી મોટું કારણ એ છે કે તેના પર વસૂલવામાં આવતો ટેક્સ ઘણો વધારે છે. આજે લોકસભામાં માહિતી આપવામાં આવી હતી કે નાણાંકીય વર્ષ 2020-21માં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એકત્રિત ટેક્ષમાં 88 ટકાનો ઉછાળો આવ્યો છે અને રકમ 3.35 લાખ કરોડ છે.

પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી 19.98 રૂપિયાથી વધીને 32.90 રૂપિયા થઇ ગઇ. તે જ સમયે, ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી 15.83 રૂપિયાથી વધીને 31.80 રૂપિયા થઈ ગઈ છે. આ માહિતી પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ લોકસભામાં લેખિતમાં આપી છે.

હકીકતમાં, 2020 માં કોરોના આવ્યા પછી, વૈશ્વિક લોકડાઉન હતું, જેના કારણે માંગમાં મોટો ઘટાડો થયો હતો અને ક્રૂડ ઓઇલની કિંમત ઘણા વર્ષોના સૌથી નીચલા સ્તર પર પહોંચી હતી. આવી સ્થિતિમાં સરકારે ટેક્સ વધારીને પેટ્રોલ અને ડીઝલનું સ્તર જાળવી રાખ્યું છે.

દેશના 17 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. આ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, તમિલનાડુ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, પુડુચેરી, દિલ્હી અને પશ્ચિમ બંગાળ છે.

તેથી, લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની માંગ કરવામાં આવી રહી છે. જીએસટીના અમલ સાથે ટેક્સ રેટ ઘટશે. તેનાથી પેટ્રોલ પંપ પર તેમની કિંમતોમાં પણ ઘટાડો થશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer