ઉત્તર ભારતની જેમ જ દક્ષિણ ભારતમાં પણ ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાય છે. દક્ષિણ ભારતમાં પણ સુંદર અને અદભૂત ગણપતિ મંદિર બનેલાં છે. જેમાં તમિલનાડુના કોઈમ્બતુરથી 4 કિ.મી. દૂર પુલિયાકુલમના શ્રી મુંથી વિનાયક ગણપતિ છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં ભગવાન ગણેશની મૂર્તિ ગ્રેનાઈટના એક જ પત્થર ઉપર કોતરવામાં આવી છે. લગભગ 140 ક્વિંટલ વજન ધરાવતી આ મૂર્તિ સેકન્ડો કલાકારોએ 6 વર્ષની અથાગ મહેનત પછી કોતરી હતી. એશિયામાં આ એકમાત્ર મૂર્તિ છે જે 14 હજાર કિલો અર્થાત્ 14 ટન વજનની છે અને આખી મૂર્તિ માત્ર એક જ પત્થરમાંથી બનાવવામાં આવી છે.
લગભગ 20 ફીટ ઊંચી અને 11 ફીટ પહોળી આ મૂર્તિ ગણપતિના આરોગ્ય પ્રદાન કરનાર સ્વરૂપને દર્શાવે છે. આ મૂર્તિના એક હાથમાં અમૃત કળશ છે. આ મૂર્તિના દર્શન કરવા માટે દૂર-દૂરથી અનેક ભક્તો અહીં આવે છે. અહીં કાલસર્પ દોષ અને બીજી બીમારીઓથી મુક્તિ માટે ખાસ પૂજા કરવામાં આવે છે. આ મંદિર 1982માં બનવામાં શરૂ થયું હતું. અનેક કલાકારોને તમિલનાડુના એક-બીજા ભાગમાંથી લાવવામાં આવેલા ગ્રેનાઈટ પત્થરોની શીલા પર ગણેશજીની આકૃતિ કોતરવાનું શરૂ કરેલું. 6 વર્ષની અથાક મહેનત પછી ગણેશ મૂર્તિને સંપૂર્ણ આકાર પ્રાપ્ત થયો હતો. આ મૂર્તિ કમળના ફૂલ પર વિરાજિત કરવામાં આવી છે.જેની કમરમાં કમરબંદ તરીકે વાસુકી નાગ વિરાજિત છે.