મહાબલી હનુમાનજીની શક્તિઓ અને એના ચમત્કારોથી તો વધારે લોકો સારી રીતે જાણે છે કે હાલમાં હનુમાનજી એક માત્ર દેવતા છે, જે અજર અમર માનવામાં આવ્યા છે એવું કહેવામાં આવે છે કે મહાબલી હનુમાનજી એના ભક્તો ના બધા દુઃખ દુર કરે છે. કળયુગમાં પણ હનુમાનજી ધરતી પર વિરાજમાન છે એમ પણ તમે લોકો એ દુનિયાભર માં ઘણા હનુમાન મંદિર જોયા હશે અને એની વિશે સાંભળ્યું પણ હશે આ મંદિરો માં થતા ચમત્કાર ને જાણીને પછી લોકો ના મન માં એના પ્રતિ અતુટ વિશ્વાસ જોવા મળે છે આ મંદિરો થી લોકો ની આસ્થા જોડાઈ રહી છે એ જ મંદિરો માં થી આજે અમે તમને એક એવા મંદિર ની વિશે જાણકારી દેવા જઈ રહ્યા છીએ જે હનુમાનજી ના મંદિર ભક્તો ની વચ્ચે આસ્થા ના કેન્દ્ર બની રહ્યા છે આ મંદિર માં બધા ભક્તો ની મનોકામનાઓ પૂરી થાય છે એટલું જ નહિ આ મંદિર ની અંદર મહાબલી હનુમાનજી નો હોવાનો અહેસાસ પણ થાય છે અને આ મંદિર માં મોજૂદ મૂર્તિ પ્રસાદ લે છે એની સાથે જ મૂર્તિ માંથી રામ નામ નો અવાજ સંભળાય છે.
હકીકતમાં આપણે જે હનુમાન મંદિર ની વિશે જાણકારી આપવાના છીએ તે આ મંદિર ઉત્તરપ્રદેશ ના ઇટાવા થી લગભગ 12 કિલોમીટર ની દુરી પર થાના સિવિલ લાઈન વિસ્તાર ના ગામ રુરા ની પાસે યમુના નદી ની નજીક પીલુવા મહાવીર મંદિર મોજુદ છે આ મંદિર માં દુર દુર થી ભક્ત મોટી સંખ્યામાં આવે છે જે ભક્ત અહિયાં મહાવીરજી ના દર્શન કરે છે એના બધા દુઃખ પરેશાનીઓ અને રોગ દુર થાય છે.
આ મંદિર ના વિષય માં અહિયાં ના લોકો નું એવું માનવું છે કે અહિયાં હનુમાનજી ની જે મૂર્તિ સ્થાપિત છે તે પ્રસાદ ગ્રહણ કરે છે એની અતિરિક્ત હનુમાનજી ની આ મૂર્તિ ના મોઢા માંથી સતત રામ નામ નો અવાજ સંભળાય છે અને મૂર્તિ માં શ્વાસ ચાલતો હોય એવો અભાસ પણ થાય છે. આ મંદિર ની અંદર મહાબલી હનુમાનજી ની મૂર્તિ દક્ષિણ તરફ મોં કરીને સુય જાય છે આ મૂર્તિ ના મોઢા માં જેટલો પણ પ્રસાદ લાડુ અથવા દૂધ ચડાવે છે તે ક્યાં જતો રહે છે તે વિશે આજ સુધી કોઈ ને પણ જાણકારી મળી નથી.હનુમાનજી ના આ ચમત્કાર ને જોઇને બધા ભક્ત ખુબ જ આશ્ચર્યચકિત થાય છે અને એને આ મંદિર પ્રત્યે અતુટ વિશ્વાસ જોવા મળે છે.
આ મંદિર ખુબ જ પ્રાચીન છે એવું બતાવ્યું છે કે લગભગ ૩૦૦ વર્ષ પહેલા આ વિસ્તાર પ્રતાપ નગર ના રાજા હુકુમચંદ પ્રતાપ સિંહ ચૌહાણ ની હેઠળ હતા. એમને મહાબલી હનુમાનજીએ એની પ્રતિમા અહી હોવા નું સપનું આપ્યું હતું.જયારે રાજા એ આ સપનું જોયું તો એના અનુસાર રાજા એ સ્થાન પર આવ્યા અને પ્રતિમા ને ઉઠાવવા નો પ્રસાય કર્યો પરંતુ તે હનુમાનજી ની પ્રતિમા ને ઉઠાવી ના શક્યા એમણે વિધિ વિધાન થિઆ સ્થાન પર પ્રતિમા ની સ્થાપના કરાવી મંદિર નું નિર્માણ કરાવી દીધું. દક્ષિણ મુખી સુતેલી હનુમાનજી ની આ પ્રતિમા ના મોઢા પર કોઈ પણ સમયે પાણી નજર આવે છે, ભલે તમે એની પ્રતિમા ના મોઢા માં એક સાથે જેટલો પણ પ્રસાદ નાખી દો બધું એની અંદર જતું રહે છે પરંતુ આજ સુધી કોઈ પણ વ્યક્તિ હનુમાનજી ના આ ચમત્કાર ને જાણી નથી શક્યું કે જે પ્રસાદ એના મોઢા માં નાખવામાં આવે છે તે ક્યાં જતો રહે છે તે રાજ આજ સુધી રાજ બની રહ્યું છે.