જાણો પવિત્ર પીપળાની પૂજા કેવી રીતે અને ક્યારે કરી શકાય

પીપળાને હિન્દુ ધર્મંમાં પવિત્ર માનવામાં આવે છે અને તેની પૂજા કરવાથી અનેક લાભ થાય છે. શાસ્ત્રો અનુસાર શનિવારના દિવસે પીપળામાં અનેક દેવી-દેવતાઓનો વાસ હોય છે. શનિ મહારાજ પણ આ દિવસે પીપળામાં નિવાસ કરે છે. જેથી શનિવારે પીપળાને જળ આપવું અને દીવો કરવાથી શનિ દોષને દૂર કરી શકાય છે. પરંતુ પીપળાની પૂજાના પણ કેટલાક નિયમ છે. અઠવાડિયાનો એક દિવસ એવો છે જે દિવસે પીપળાની પૂજા કરવાથી લાભની જગ્યાએ નુકસાન થાય છે. આ દિવસે પીપળાનો સ્પર્શ કરવાથી દુર્ભાગ્ય વધે છે.

શાસ્ત્રો મુજબ પીપળાના વૃક્ષમાં દિવસના સમયે લક્ષ્‍મીનો વાસ હોય છે જ્યારે પીપળામાં રાતના સમયે લક્ષ્‍મીની બહેન અલક્ષ્‍મીનો વાસ હોય છે. રવિવારના દિવસે પીપળામાં કોઇ દેવી-દેવતાનો વાત હોતો નથી. જેથી દેવી લક્ષ્‍મીની બહેન દિવસ-રાત પીપળામં વાસ કરે છે. આ દિવસે પીપળાની પૂજાથી સુખ સમૃદ્ધિને હાનિ પહોંચે છે. જ્યોતિષની દ્રષ્ટિએ જુઓ તો પીપળાનો સંબંધ શનિથી માનવામાં આવે છે. રવિવારના દિવસે સ્વામી સૂર્ય છે. સૂર્ય અને શનિના વચ્ચે તાળમેળ સારુ ન હોવાના કારણે રવિવારને પીપળાની પૂજા શુભ નથી.

કહેવામાં આવે છે કે પીપળાની પૂજા કરવી હોય તો સાંજ પહેલા કરી લેવી જોઇએ. સૂર્યાસ્ત બાદ પીપળાની પૂજા અને પીપળાની નીચે જવું શુભ માનવામાં આવતુ નથી. તેની પાછળ અનેક ધાર્મિક કારણ છે કે તેનાથી વ્યક્તિની ઉપર અલક્ષ્‍મીનો પ્રભાવ પડી જાય છે. પરતું વૈજ્ઞાનિક આધારે જોવામાં આવે તો સાંજના સમયે પીપળો સૌથી વધારે કાર્બનડાયેક્સાઇડ ગેસ છોડે છે. જેના કારણથી સાંજના સમયે જવાથી મનાઇ કરવામાં આવે છે.

એવી ધાર્મિક માન્યતા છે કે જ્યારે પણ પીપળાની પૂજા કરીએ કે પીપળાની સામે જીવો પ્રગટાવીએ તો ક્યારેક તેની ઉપર ન જોવું. તેની પાછળ એવું તર્ક આપવામાં આવે છે કે પીપળાના મૂળમાં દૈવીય શક્તિનો વાસ હોય છે. જ્યારે ઉપરના ભાગમાં અસૂર શક્તિઓ વાસ કરે છે.

માન્યતા છે કે પીપળાના ઝાડમાં દરેક દેવી-દેવાતાઓનો વાસ હોય છે. આજ કારણ છે કે આ ઝાડને કાપવુ શુભ માનવામાં આવતું નથી. પરંતુ ક્યારેક ઝાડ કાપવા હોય તો તેને રવિવારના દિવસે કાપો જ્યારે પણ ઝાડ કાપો ત્યારે પીપળાના દેવી-દેવતાથી માફી જરૂર માંગી લો. જેથી તે તમારાથી નારાજ ન થાય.

Leave a reply:

Your email address will not be published.

Site Footer