જાણો શ્રાદ્ધપક્ષમાં પિતૃ દોષના નિવારણ માટે ક્યાં પ્રકારના દાન કરી શકાય

એવુ કહેવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષની આ અમાવસ્યા પર બધા પિતરોને શ્રાદ્ધ એક સાથે કરવાથી મોક્ષની પ્રાપ્તિ થય છે. અમાવસ્યાના દિવસે કેટલીટ ખાસ વાતોનુ ધ્યાન રાખવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે અને ઘર પરિવારમાં ખુશીઓ આવે છે. શ્રાદ્ધપક્ષનો સંબંધ મૃત્યુ સાથે છે. આ જ કારણે આ અશુભ કાળ માનવામાં આવે છે. જે રીતે પોતાના પરિજનના મૃત્યુ પછી આપને શોકાતુલ અવધિમાં રહીએ છીએ અને આપણા અન્ય શુભ, નિયમિત મંગલ વ્યવસાયિક કાર્યોને વિરામ આપી દઈએ છીએ એ જ ભાવ પિતૃપક્ષ સાથે જોડાયેલો છે.

આ સમયમાં આપણે પિતરો સાથે અને પિતર આપણી સાથે જોડાયેલા રહે છે. તેથી અન્ય શુભ માંગલિક શુભારંભ જેવા કાર્યોને વંચિત મુકીને આપણે પિતરો પ્રત્યે પુર્ણ સન્માન અને એકાગ્રતા બનાવી રાખીએ છીએ.

નીચે જણાવ્યા મુજબની વસ્તુઓ નું દાન કરી શકાય છે : ચોખા, અઢીસો અઢીસો જવ, ખાંડ, અડદ, મગ, મસૂર, ચણાની દાળ, બાજરી, દહી, ખીર, મીઠાઈ અને સફેદ વસ્ત્ર, ફળ, પુસ્તક, ઘી, ચાંદી સોનુ વગેરે આ બધી વસ્તુઓનો સંકલ્પ કરીને પીપળ વૃક્ષની નીચે જ જેને જરૂર હોય એવી વ્યક્તિ(અંધ વિદ્યાલય, કુષ્ઠરોગી, વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, ગૌશાળા) વિદ્વાન બ્રાહ્મણને શ્રદ્ધાપૂર્વક દાન આપી દેવુ જોઈએ. પત્નીને કારણે ગૃહ ક્લેશ હોય તો ગૌરી શંકર રુદ્રાક્ષ અને પતિ-પત્ની વશીકરણ સિદ્ધ યંત્ર ધારણ કરે.

ચન્દ્રમાંથી પીડિત જાતક દૂધ, ચોખા, ઘી, અનાથાલય કે વૃદ્ધાશ્રમમાં દાન કરે અને પોતાના માતા પિતાને પોતાના હાથથી સાંજે દૂધ પીવડાવવુ જોઈએ. સંતાન અથવા કેતુથી પીડિત જાતક 101 તંદૂરની મીઠી રોટલી બનાવીને ગાય, કૂતરા કે કાગડાને ખવડાવે. કોઈ પવિત્ર નદી કે સરોવરનુ જળ પોતાના ઘરમાં મુકો.

અચૂક ઉપાય : લાવારિસ શબનો દાહ-સંસ્કાર કરવો, અસહાય રોગીની સેવા કરવી, ગરીબીના પુત્રીના લગ્નમાં ધન આપવુ, શીંગડા વગરની ગાયનુ દાન કરવુ પિતરો અને પરમાત્માની સર્વશ્રેષ્ઠ પૂજા છે. ઉક્ત ઉપયોગ કરવાથી રોગી રોગ મુક્ત થઈ જાય છે. વિદ્યાર્થી વિદ્યા ગ્રહણ કરે છે. દામ્પત્ય સુખ પ્રાપ્ત થાય છે. વેરાન ઘર ફરી વસી શકે છે. આ અચૂક પ્રયોગ છે. જરૂર ફત્ક શ્રદ્ધા અને વિશ્વાસની છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer