જાણો પોતાના વંશજો પાસેથી શું ઈચ્છા રાખે છે પિતૃ : પિતૃ ગીત

વિષ્ણુ પુરાણમાં પિતૃ દ્વારા કહેવાયેલા એ શ્લોક છે જે ‘પિતૃ ગીત’ના નામથી ઓળખાય છે. આ ગીત પરથી જાની શકાય છે કે પિતૃ પોતાના વંશજો પાસેથી પીંડ જળ અને નમસ્કાર વગેરે પ્રાપ્ત કરવા માટે ની ઈચ્છા રાખતા હોય છે. કર્મ પુરાણ અનુસાર પિતૃ પોતાના પૂર્વગૃહમાં એટલા માટે આવે છે જેથી તે જાની શકે કે તેના પરિવારના લોકો તેને ભૂલી તો નથી ગયા ને.

જે લોકો પોતાના મૃત માતા પિતા અને પ્રિયજનો ને ભૂલી જાય છે અને શ્રાદ્ધ પક્ષમાં પિતૃને યાદ નથી કરતા તેના પિતૃ દુખી અને નિરાશ થઇ ને શ્રાપ આપે છે. માર્કંડેયપુરાણ માં જણાવ્યું છે કે જે ઘરમાં પિતૃ શ્રાદ્ધ નથી થતું તેના પરિવાર માં ક્યારેય મંગલ નથી થતું. જો શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવામાં આવે તો પિતૃ શુભ આશિષ આપીને ચાલ્યા જાય છે. શ્રાદ્ધ થી ઉત્તમ કોઈ કલ્યાણકારી કાર્ય નથી.

પિતૃ ગીત :

अपि धन्य: कुले जायादस्माकं मतिमान्नार: ।
अकुर्वन्वित्तशाठ्यं य: पिण्डान्नो निर्वपिष्यति ।।

પિતૃગણ કહે છે અમારા કુળમાં પણ કોઈ એવો બુદ્ધિમાન, ધન્ય પુરુષ જન્મ લેશે જે ધનની લાલચ છોડી અમને પિંડદાન કરશે.

रत्नं वस्त्रं महायानं सर्वभोगादिकं वसु ।
विभवे सति विप्रेभ्यो योऽस्मानुद्दिश्य दास्यति ।।

જેની પાસે ઓછી સંપત્તિ હોવા છતાં તે અમારા માટે બ્રાહ્મણો ને વસ્ત્ર અને અન્ન દાન કરશે.

अन्नं न वा यथाशक्त्या कालेऽस्मिन्भक्तिनम्रधो: ।
भोजयिष्यति विप्राग्रयांस्तन्मात्रविभवो नर: ।।

ખુબજ વધારે સંપત્તિ નહિ હોવા છતાં જે માત્ર શ્રાદ્ધ સમયે ભક્તિ સાથે વિનમ્ર બુદ્ધિ થી શ્રેષ્ઠ બ્રાહ્મણો ને શક્તિ અનુસાર ભોજન કરાવશે.

असमर्थोऽन्नदानस्य धान्यमामं स्वशक्तित: ।
प्रदास्यतिद्विजाग्येभ्य: स्वल्पाल्पां वापि दक्षिणाम् ।।

ભોજન કરવા માટે પણ અસમર્થ હોવા પર જે શ્રેષ્ઠ બ્રાહ્મણો ને કાચું ધન અને થોડી દક્ષિણા આપશે.

तत्राप्यसामर्थ्ययुत: कराग्राग्रस्थितांस्तिलान् ।
प्रणम्य द्विजमुख्याय कस्मैचिद्भूप दास्यति ।।

અને જો એમાં પણ અસમર્થ હોય તો કોઈ બ્રહ્માન ને માત્ર એક મુઠ્ઠી તલ આપશે.

तिलैस्सप्ताष्टभिर्वापि समवेतं जलांजलिम् ।
भक्तिनम्रस्समुद्दिश्य भुव्यस्माकं प्रदास्यति ।।

અથવા અમારા ઉદ્દેશ્યથી ભક્તિપૂર્વક વિનમ્ર ચિત્તથી સાત આઠ તલનાખી જળની અંજલી આપશે.

यत: कुतश्चित्सम्प्राप्य गोभ्यो वापि गवाह्निकम् ।
अभावे प्रोणयन्नस्मांछ्रद्धायुक्त: प्रदास्यति ।।

અને જો એ વસ્તુ પણ અશક્ય હોય તો ક્યાંક થી ચારો લાવી અમારા નામે પ્રેમ અને શ્રદ્ધા પૂર્વક ગાયોને ખવડાવશે.

सर्वाभावे वनं गत्वा कक्षमूलप्रदर्शक: ।
सूर्यादिलोकपालानामिदमुच्चैर्वदिष्यति ।।

અને આ દરેક વસ્તુઓના અભાવ હોવાથી માત્ર વન માં જઈને બંને હાથ ઉચા કરીને સૂર્ય તેમજ અન્ય લોકપાલ ને કહેશે કે-

न मेऽस्ति वित्तं धनं च नान्यंच्छ्राद्धोपयोग्यं स्वपितृन्नतोऽस्मि ।
तृप्यन्तु भक्त्यापितरो मयैतौ कृतौ भुजौ वर्त्मनि मारुतस्य ।।

મારી પાસે શ્રાદ્ધ કરવા માટે ના તો યોગ્ય વિત્ત છે, કે ના કોઈ અન્ય સામગ્રી છે, તેથી હું મારા પિતૃઓ ને નમસ્કાર કરું છું. તેઓ મારી ભક્તિથી જ તૃપ્ત થઇ જશો. આ રીતે પિતૃઓ માટે શ્રદ્ધા અને ભાવ જ તેને સૌથી મોટી તૃપ્તિ પ્રદાન કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer