માનવતાનો દાખલો! પોલીસ જવાને ચાલવામાં અશક્ત વૃદ્ધાને પીઠ પર બેસાડી સ્થળાંતરિત કર્યા

પોલીસે કોરોના કાળ દરમિયાન લોકડાઉન ની સ્થિતિમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી લોકો પાસે કાયદાનો કડક અમલ કરાવ્યો હતો. પોલીસકર્મીઓ પોતે ગરમીની શરદી અને વરસાદમાં પણ પોતાની ડ્યુટી નિભાવતા હોય છે. હાલમાં વાવાઝોડા દરમિયાન પણ સ્થળાંતરની કામગીરી ચાલી રહી છે.

આવા સ્થળાંતર દરમ્યાન એક વૃદ્ધ મહિલા ચાલી શકતી ન હતી પરંતુ તેમનું સ્થળાંતર જરૂરી હતો જેથી આ મહિલાને પોલીસ કર્મી દ્વારા ઉચકીને સ્થળાંતરણ કરવામાં આવી રહ્યું હોય એવો વિડિયો વાઇરલ થયો છે. ત્યારબાદ આ મહિલા તે પોલીસ કર્મીને આશીર્વાદ આપી રહી છે. પોલીસ ફક્ત ડર નથી ઉઠાવતી પરંતુ કપરી પરિસ્થિતિમાં લોકોની મદદ કરવા પણ સામે આવી રહી છે.

ગુજરાતના દરિયાકાંઠે તાઉ તે વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યુ છે. વાવાઝોડાના સંકટને જોતા અગમચેતીના ભાગરુપે તંત્ર દ્વારા દરિયાકાંઠાની આસપાસન વિસ્તારોનું સ્થળાંતર કરાઇ રહ્યુ છે.

આપને જણાવી દઇએ કે ચક્રવર્તી તોફાન પોરબંદર અને મહુવાની વચ્ચે ટકરાશે ત્યારે પવવની ઝડપ 155થી 165 કિમિ પ્રતિ કલાકની હશે જે વધીને 185 કિમી પ્રતિ કલાક થશે કલાક થશે. હાલ વાવાઝોડુ દિવથી 260 અને વેરાવળથી 290 કિમી દૂર છે. તા ઉતે તોફાનના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.


તાઉ-તે” વાવાઝોડું ઉત્તર દિશામાં કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00 થી 11.00 કલાક દરમિયાન 155 થી 165 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે.

વાવાઝોડાને પગલે ગુજરાતના અલગ-અલગ તાલુકામા કુલ 118989 લોકોનુ સ્થળાંતર કરાયુ છે. અન્યને પોતાના ઘરે સુરક્ષીત મોકલાયા છે. કચ્છમા બે NDRF ની ટીમ એક SDRF ટીમ તૈનાત રહેશે.

જેના પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 1.5 લાખ લોકોને ખસેડવામાં આવી રહ્યા છે. અને 54 NDRF ટીમ અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer