હિંદુ ધર્મ માં ઘર માં સવારે સાંજે દીવો પ્રગટાવવામાં આવે છે. ઘર માં દીવાને પ્રગટાવવાને શુભ માનવામાં આવે છે. એની સાથે જ હિંદુ ધર્મ માં પૂજા પાઠ ના સમયે દીવો પ્રગટાવવો જરૂરી માનવામાં આવે છે. આપણા ઘર ના મોટા વડીલો આપણને ઘર માં રોજ સવારે અને સાંજે દીવો પ્રગટાવવાનું કહે છે પરંતુ શું ક્યારેય આ વાત પર ધ્યાન આપ્યું કે આપણને મોટા વડીલો દ્વારા કેમ દીવો પ્રગટાવવાનું કહેવામાં આવે છે નહિ તો આજે અમે આ લેખ માં દીવા થી જોડાયેલા રહસ્યો વિશે બતાવવા જઈ રહ્યા છીએ.
- શાસ્ત્રો માં માનવામાં આવે છે કે જો ઘર માં કોઈને અસાધ્ય રોગ થઇ ગયો હોય તો પીડિત વ્યક્તિ એ પહેરેલા કપડા થી અમુક ભાગ તોડીને એની વાટ બનાવી શુદ્ધ ઘી માં એનો દીવો આપણા ઇષ્ટ ની સામે પ્રગટાવો એવું કરવાથી રોગ દુર થઇ જાય છે.
- જો કોઈ કન્યા ના વિવાહ નથી થઇ રહ્યા અથવા વિવાહ માં પરેશાની આવી રહી છે તો કેળા ના ઝાડ માં બૃહસ્પતિવાર ના દિવસે ઘી નો દીવો પ્રગટાવવાથી અવિવાહિત કન્યા ના વિવાહ નક્કી થઇ જાય છે.
- ચોક વચ્ચે લોટનો ચારમુખ વાળો ઘીનો દીવો પ્રગટાવવાથી વ્યક્તિને જીવનમાં લાભની પ્રાપ્તિ થાય છે. ધનને લગતી પરેશાની દુર થઇ જાય છે.
- ઘર ને ખરાબ શક્તિ થી બચાવવા માટે પૂર્વ અને પશ્ચિમ મુખી ઘરો માં મુખ્ય દરવાજા પર સાંજ ના સમયે સરસા ના તેલ નો દીવો પ્રગટાવવો શુભ રહે છે.
- રોજ સાંજે તુલસી ના છોડ પર દીવો પ્રગટાવવાથી ઘર માં ખરાબ શક્તિઓ નો પ્રભાવ પડતો નથી.