હવે પોપટલાલ ના લગ્ન થઈને જ રહેશે, ગોકુલધામ માં આવશે નવા મહેમાન, જાણો કોણ છે એ વ્યક્તિ….

ભારતીય ટીવીની સૌથી લાંબી ચાલતી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું દરેક પાત્ર લોકોના દિલની નજીક છે. છેલ્લા 13 વર્ષથી આ શો લોકોને હસાવી રહ્યો છે. આ સિરિયલમાં એક ખાસ પાત્ર ‘પત્રકાર પોપટલાલ’ છે જે લગ્ન માટે ઉત્સુક છે.

હવે આ શોનો સૌથી મોટો ટ્વિસ્ટ સામે આવ્યો છે. કારણ કે પોપલાલના લગ્ન થવાના છે. હવે એક એવો વિડિયો સામે આવ્યો છે જે જોઈને લાગે છે કે પોપટલાલના જીવનમાં કોઈ છોકરીની એન્ટ્રી થવા જઈ રહી છે, જે તેની સાથે લગ્ન કરવા જઈ રહી છે.

ખરેખર, તાજેતરમાં જ શોની સમગ્ર કાસ્ટ અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ’માં જોવા મળી હતી. આ શો જોઈને આ છોકરી પોપટથી ઈમ્પ્રેસ થઈ ગઈ છે. જુઓ વિડિયો…

 

View this post on Instagram

 

A post shared by TMKOC_Neela Film Productions (@taarakmehtakaooltahchashmahnfp)


આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે પોપટલાલની રાશિમાં લગ્નની સંભાવના વિશે લખ્યું છે, જે વાંચીને તે ખુશ થઈ જાય છે.

ત્યાર બાદ તે ગોકુલધામ સોસાયટીમાં ચાલી રહ્યો હતો ત્યારે પાછળથી એક છોકરીએ અવાજ આપ્યો. તે કહે છે કે તે તેના માતા-પિતા સાથે લગ્નની વાત કરવા આવી છે. તેથી હવે એવું લાગે છે કે કદાચ નવા ટ્વિસ્ટ સાથે શોમાં નવી એન્ટ્રી થવાની છે.

આ શો ગોકુલધામ નામની સોસાયટીમાં રહેતા અનેક પરિવારોની આસપાસ ફરે છે, જ્યાં તમામ ધર્મો અને સંપ્રદાયોના પરિવારો સાથે રહે છે અને તેમની રોજબરોજની સમસ્યાઓને એકસાથે હસીને હલ કરતા જોવા મળે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer