આપણા દેશમાં ઘણા બધા મંદિરો છે. અને એમની અલગ અલગ વિશેષતા હોય છે. તે મંદિરમાંથી એક મંદિર ગણેશજી નું મંદિર છે. અને અલગ અલગ મંદિરની અલગ અલગ માન્યતા હોય છે. આજ અમે તમને ભગવાન ગણેશજી ના એક એવા મંદિર વિશે બતાવીશું અને તેની ખાસિયત ના લીધે વિશ્વ ભરમાં પ્રખ્યાત છે. આ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે આ મંદિર ની સ્થાપન 750 વર્ષ રાજસ્થાનથી આવેલ ગરેડિયો કરાવી હતી.
આજે અમે જે મંદિરની વાત કરી રહ્યા છીએ એ છે ભગવાન ગણેશજી નું મંદિર જે મધ્યપ્રદેશના જૂના ઇન્દોરમાં શનિદેવ પાસે છે. ગણેશજી ના મંદિર વિશે એવું માનવામાં આવે છે કે એક માત્ર ગણેશજી નું એવું મંદિર છે જ્યાં ગણેશજી એ એમના જમણા હાથમાં પોટલી લીધી છે.આ મંદિરમાં ગણેશજીની પ્રતિમા સ્થાપિત છે અને તેમના હાથમાં પોટલી છે. એવું માનવામાં આવે છે કોઈ ભક્ત પોટલી લઈને પૂજા કરે તો તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
જો તમે ભગવાન ગણેશની ઉપાસના કરો છો અને તેને એક ગાંઠ હળદર ચડાવો છો અને તે પછી, તમારા ઘરમાં આ હળદરની ગાંઠ રાખો અને તેની પૂજા કરો, તો ભગવાન ગણેશ તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. જો કોઈ વ્યક્તિને લગ્નમાં કોઈ સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે.
ભગવાન ગણેશજીના આ મંદિર વિશે વધુ વિશ્વાસ જોવા મળે છે. દૂર દૂરથી લોકો પોતાની મનોકામના લઈને આવે છે. અને એવું માનવામાં આવે છે કે અહી હળદરની ગાંઠ ગુરુવારના દિવસે ભક્તો ને આપવામાં આવે છે. જો આ હળદર ની ગાંઠ ને પીળા કપડાથી લગાવીને પૂજા કરવામાં આવે તો જીવનની બધી સમસ્યા દૂર થઈ જાય છે. અને જે લોકોના લગ્ન નથી થતા તેના લગ્ન જલદી થઈ જાય છે.