આ એક દાંત કથા છે, એક સમયની વાત છે જયારે હનુમાનજી દ્વાર પર પહેરો ભરી રહ્યા હતા અને ભગવાન શ્રી રામ ભવન માં કઈક લખી રહ્યા હતા. એ સમયે નારદજી ત્યાં આવે છે. અને હનુમાનજીને પૂછ્યું પ્રભુ શ્રી રામ શું કરી રહ્યા છે.
હનુમાનજીએ કહ્યું ખબર નઈ કૈક લખી રહ્યા છે. અને હનુમાનજીએ કહ્યું તમે જ અંદર જઈને જાણી લો ને પ્રભુ શું લખી રહ્યા છે. નારદજી અંદર ગયા અને પ્રભુને પૂછ્યું કે શું લખી રહ્યા છો.
ત્યારે ભગવાન શ્રી રામે કહ્યું કે હું એ ભક્તોના નામ લખી રહ્યો છું જે હંમેશા મારા નામનો જાપ કરતા રહે છે. ત્યારે નારદજીએ કહ્યું પ્રભુ હું જાણવા માંગું છું કે મારું નામ આ સૂચિમાં છે કે નહિ.
પ્રભુએ દેખાડવાની ના પાડી પરંતુ નારદજીના ખુબજ કહેવા પર રામે તેમને એ સૂચી બતાવી. નારદજી એ જોયું એમનું નામ આ સૂચી માં તેમનું નામ સૌથી ઉપર છે આ જોઇને તે ખુબજ પ્રસન્ન થઇ ગયા.
ને પછી તે આ સૂચી માં હનુમાનજીનું નામ જોવા લાગ્યા પરંતુ એમને ક્યાય હનુમાનજીનું નામ ના જોવા મળ્યું. પછી નારદજી બહાર ચાલ્યા ગયા અને ગર્વ થી હનુમાનજી ને કહ્યું પ્રભુ એ મારું નામ બધાજ ભક્તોની યાદીમાં સૌથી ઉપર લખ્યું છે.
અને તમારું નામ આ યાદી માં હતું જ નહિ. તેથી હનુમાનજી એ કહ્યું કે કઈ વાંધો નથી પ્રભુ મને એ લાયક નહિ સમજતા હોય તેથી તેમણે મારું નામ નહિ લખ્યું હોય. પરંતુ તેમણે બીજી પણ એક સૂચી બનાવી છે કદાચ મારું નામ એમાં હોઈ શકે,
આ સાંભળી નારદ ફરી પ્રભુ પાસે જઈ તેને બીજી સૂચી બતાવ પણ ખુબજ વિનંતી કરી તેથી પ્રભુએ બતાવી આ સૂચિમાં હનુમાનજીનું નામ સૌથી ઉપર હતું. નારદજી એ પૂછ્યું પ્રભુ આ શેની સૂચી છે?
ત્યારે પ્રભુ શ્રી રામે નારદજીને કહ્યું પહેલા મેં જે સૂચી બતાવી એ એવા ભક્તોની હતી જે નિત્ય મારા નામનું સ્મરણ કરે છે. અને આ સૂચી એ ભક્તોની છે જે ભક્તોનું હું નિત્ય સ્મરણ કરું છું.
આ સાંભળી નારદજી નો ગર્વ ઉતરી ગયો અને તેણે પ્રભુ શ્રી રામ અને હનુમાનજીને પ્રણામ કર્યા અને પ્રસન્ન થઇ ને ત્યાથી જતા રહ્યા. ભગવાન શ્રી રામને એવા ભક્તો તો પ્રિય છે જ જે એમના નામનું નિત્ય રટણ કરતા હોય પરંતુ એવા ભક્તો પણ ખુબજ પ્રિય છે જે ભગવાનના કાર્ય માં ખુબજ મદદ કરતા હોય.