પ્રાચીન ભારતના વિશાળકાય માનવ, આજે પણ છે રહસ્યમય

એ વિચારવું થોડું મુશ્કેલ છે કે પહેલાના સમય માં મનુષ્ય ૨૦ થી ૨૨ ફૂટ ના હતા. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર દાનવ, દૈત્ય અને રાક્ષસો વિશાલ કાય હતા. પહેલા ધરતી પર ફક્ત વિશાળકાય મનુષ્ય જ નહિ પશુ પક્ષીઓ પણ હતા. અને આખી દુનિયામાં ૨ થી ૬ ફૂટના પગના નિશાન પણ જોવા મળે છે. ભારતમાં ભગવાન શિવ અને હનુમાનજીના પગના નિશાન મળી આવે છે જે ખુબજ વિશાળકાય છે. આજે અમે જણાવીશું ભારતના વિશાળકાય મનુષ્યો વિશે ટુકમાં…

તાડકા: સુકેતુ નામના યક્ષ ની પુત્રી તાડકા પણ વિશાળકાય હતી, તે અગત્સ્ય ઋષિના શ્રાપ થી રાક્ષસ બની ગઈ હતી. અને તે ઋષિ મુનિઓને હેરાન કરતી રહેતી હતી. તેથી ઋષિ મુનિઓના કહેવાથી ભગવાન શ્રી રામ અને લક્ષ્મણે તાડકાનો વધ કર્યો હતો.


જામ્બવંત : રામાયણ કાળ માં ભાલું અથવા રીછ ના પરિવારનું આ સ્તનધારી મહાકાય જાનવર એટલે જામ્બવંત. હવે તેની ફક્ત ૮ જાતીઓજ જોવા મળે છે. સામાન્ય મનુષ્યની ઉંચાઈ કરતા ઘણા લાંબા અને વિશાળકાય હતા જામ્બવંત. જામ્બવંત એક રાજા હોવાની સાથે સાથે એન્જીનીયર પણ હતા. માન્યતા છે કે એને એક એવા યંત્રનું નિર્માણ કર્યું હતું કે જે દરેક પ્રકારના ઝેરીલા પદાર્થોને ગ્રહણ કરી લેતું હતું. જામ્બવંતની ઉંમર ઘણી લાંબી હતી. અને જામ્બવંતની છોકરી સાથે ભગવાન શ્રી કૃષ્ણે લગ્ન કર્યા હતા. ભારતમાં જમ્મુ કાશ્મીરમાં જામ્બવંત ગુફા મંદિર પણ છે.

હનુમાન : વાનરને વાંદરાની શ્રેણીમાં નથી રાખવામાં આવતા. ‘વાનર’ નો અર્થ થાય છે વન માં રહેનારા. એવા મનુષ્યો જેને પૂછ હતી. અને જેમના મોં વાંદરા જેવું દેખાતું હતું. અને એ વિશાળકાય મનુષ્ય સામાન્ય મનુષ્યો ની સાથે જ રહેતા હતા. અને આ પ્રજાતિમાં ‘કપિ’ નામની પ્રજાતિ સૌથી પ્રમુખ હતી. અને હનુમાનજી વાનરો ની કપિ જાતી ના હતા. અન્જનેરી પર્વત પર હનુમાન પદ છે, અહી પગના આકાર જેવું દેખાતું એક સરોવર છે. તેના વિશે કહેવાય છે કે એ બળ હનુમાનના પગના દબાવથી બન્યું હતું. આ પર્વત મહારાષ્ટ્રની પાસે નાસિક માં ત્ર્યંબકેશ્વરની પાસે લગભગ ૬-૭ કિલોમીટર દુર આવેલ છે. જયારે હનુમાનજી માતા સીતાની શોધમાં વિશાલ રૂપ ધારણ કરી હવાઈ માર્ગે નીકળેલા અને તેમણે જયારે શ્રી લંકામાં પહેલો પગ રાખેલો તેનું નિશાન હજી પણ છે. જેને ‘હનુમાન પદ’ કહેવામાં આવે છે. આંધ્રપ્રદેશના અનંતપુર જીલ્લામાં લેપક્ષી મંદિરમાં પણ હનુમાનજીના પદચિન્હ છે.


રાક્ષસી માયા : સમુદ્રમાં એક રાક્ષસી રહેતી હતી. એ માયા  કરીને આકાશમાં ઉડતા પક્ષીઓને પકડી લેતી હતી. આકાશમ ઉડતા પક્ષીઓનો પડછાયો પાણી માં જોઈ જાય તો પણ એ પોતાની માયા થી તેને ખાઈ જતી હતી. તેથી હનુમાનજી તેનું છલ જાણી ગયા હતા અને તેનો વધ કરી નાખ્યો હતો.

કુંભકર્ણ : એ રાવણનો ભાઈ હતો, જે ૬ મહિના પછી ફક્ત ૧ દિવસ જાગતો અને ભોજન કરીને સુઈ જતો. કારણકે તેને બ્રહ્માજી પાસેથી ઇન્દ્રાસન ની બદલે નીન્દ્રાસનનું વરદાન પ્રાપ્ત થયેલ હતું. તેનું શરીર પણ ખુબજ વિશાલ કાય હતું. અને યુદ્ધ દરમિયાન ભગવાન શ્રી રામના હાથે કુંભકર્ણ નું મૃત્યુ થયું હતું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer