શ્રાવણના પવિત્ર મહિના માં શિવ ભક્ત ભગવાન ભોલેનાથ ની ભક્તિ માં લીન રહે છે. તે એની પૂજા અર્ચના અને એને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. શ્રાવણ નો મહિનો ભગવાન શિવજી ની પૂજા માટે ખુબ જ ખાસ માનવામાં આવે છે. આ મહિના કોઈ ને કોઈ તહેવાર આવતો રહે છે. નાગ પંચમી નો તહેવાર પણ શ્રાવણ શુક્લ પંચમી ના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસો માં દરેક લોકો નાગ દેવતા ની પૂજા અર્ચના કરે છે અને એના આશીર્વાદ મેળવવાની ઈચ્છા રાખે છે. ઘણી વાર જોવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિના કુંડળી માં કાલસર્પ દોષ રહે છે તો એના કારણે તે વ્યક્તિ ના જીવન માં ખુબ જ સમસ્યાઓ ઉત્પન્ન થતી રહે છે.
જો તમે તમારી કુંડળી માં રહેલા કાલસર્પ દોષ માંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો એના માટે નાગ પંચમી નો દિવસ સૌથી ઉતમ માનવામાં આવે છે. આજે અમે તમને એવા પ્રાચીન નાગ દેવતા ના મંદિરો વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જ્યાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને કાલ સર્પ દોષ માંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણી લઈએ દેશ ના નાગદેવતા સાથે જોડાયેલા પ્રાચીન મંદિર વિશે..
નાગચંદ્રેશ્વર મંદિર
જો આપણે દેશના દરેક મંદિર ની વાત કરીએ તો એક પ્રાચીન અને સૌથી પ્રસિદ્ધ નાગ મંદિર દેશ ના ૧૨ જ્યોતિર્લિંગ માંથી એક મહાકાલ મંદિર ના પરિસર માં આવેલું છે. જેને નાગચંદ્રેશ્વર મંદિર કહેવામાં આવે છે, નાગ દેવતા ના આ મંદિર ની સૌથી ખાસ વાત એ છે કે આ મંદિર ફક્ત વર્ષમાં એક વાર જ સામાન્ય લોકો માટે ખુલે છે. વર્ષ માં એક વાર જ સામાન્ય લોકો આ મંદિર ના દર્શન કરી શકે છે. મહાકાલ મંદિર ની ત્રીજી મંજિલ પર ભગવાન શિવ શંકર અને માતા પાર્વતી જી ફેન ફેલાવીને નાગ દેવતા ના સિહાસન પર બિરાજમાન થયેલા જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ નાગ પંચમી ના દિવસે આ નાગ પર બિરાજમાન ભોલેનાથ અને માતા પાર્વતી જી ના દર્શન કરે છે એની કુંડળી માં રહેલા કાલ સર્પ દોષ દુર થાય છે.
તક્ષકેશ્વર નાથ
નાગ દેવતા નું આ મંદિર પ્રયાગરાજ ની પાસે યમુના નદીના કિનારે આવેલું છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ મંદિર માં ભગવાન શિવજી ના દર્શન કરે છે એને કાલસર્પ દોષ માંથી છુટકારો મળે છે. એટલું જ નહિ પરતું તે વ્યક્તિ ની આવનારી પેઢી પણ કાલસર્પ દોષ માંથી મુક્તિ પ્રાપ્ત કરે છે.
મન્નારશાલા મંદિર, કેરળ
નાગ દેવતા ના પ્રાચીન મંદિરો માંથી એક મન્નારશાલા મંદિર છે, આ મંદિર કેરળ ના અલેપ્પી જિલા થી લગભગ ૪૦ કિલોમીટર દુર પર આવેલું છે, આ ૩૦૦૦૦ નાગો વાળું મંદિર છે. આ મંદિર ની અંદર તમને ૩૦,૦૦૦ નાગો ની પ્રતિમાઓ જોવા મળે છે. આ મંદિર ૧૬ એકડ માં લીલા જંગલો ની વચ્ચે છે. આ મંદિર ની અંદર નાગરાજ અને એની પત્ની નાગયક્ષી દેવીની પ્રતિમા રહેલી છે.
નાગ વાસુકી મંદિર
નાગ દેવતાનું એક પ્રાચીન મંદિર પ્રયાગરાજ ના સંગમ ની પાસે જ દારાગંજ ક્ષેત્ર માં આવેલું છે. જેને નાગ વાસુકી નું મંદિર કહેવામાં આવે છે, નાગ દેવતાના આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ નાગ પંચમી ના શુભ અવસર પર અહી દર્શન કરવા માટે આવે છે અને અહી પૂજા કરે છે, એને કુંડળી માં રહેલા કાલસર્પ દોષ માંથી છુટકારો પ્રાપ્ત થાય છે, જયારે નાગ પંચમી નો તહેવાર આવે છે ત્યારે આ સ્થાન પર એક મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દુર દુરથી લોકો આવે છે.